પાકિસ્તાનનું ફરી એક વાર તુગલકી ફરમાન સામે આવ્યું છે. આ વખત પાકના એક મંત્રીએ ધમકી આપી છે કે ચીનની વેક્સિન નહીં લીધી તો નોકરી જશે. પાકિસ્તાનના એક મંત્રીએ આરોગ્ય કર્મચારીઓને ચેતવણી આપી છે કે તેઓ કોવિડ રોગચાળાના ત્રીજી લહેરના પગલે કોરોના વેક્સિન લો અથવા નોકરી જશે.

સિંધ પ્રાંતના આરોગ્ય પ્રધાન અઝરા પેચુહોએ ગુરુવારે એક વીડિયોના સંદેશમાં કહ્યું કે, “જો તમે વેક્સિન નથી લેતા તો તમે (તમારી) નોકરી ગુમાવી શકો છો.”

ખાનગી ન્યૂઝ એજન્સીએ મંત્રીના હવાલાથી જણાવ્યું છે કે રાજ્યમાં નોંધાયેલા 1,42,315 આરોગ્ય કામદારોમાંથી ઓછામાં ઓછા 33,356 કર્મચારીઓએ વેક્સિન લીધી નથી. પાકિસ્તાન ચીનમાં ઉત્પાદિત કોવિડ વેક્સિન ‘સાઈનોફોર્મ વેક્સીન’ નો ઉપયોગ કરી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ અડધા લોકોને આ વેક્સિન પર શંકા છે અને વેક્સિન લેવામાં અચકાય છે.

પાકિસ્તાન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી જનરલ કૈસર સજ્જાદે શુક્રવારે કહ્યું હતું કે આરોગ્ય કાર્યકરો વેક્સિન લેવામાં ખચકાટ અનુભવી રહ્યા છે કારણ કે સરકારે શરૂઆતના દિવસોમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન ન આપવાનો નિર્ણય લીધો હતો. આ કારણથી શંકા ઉભી થઈ છે. જો કે તેમણે કહ્યું હતું કે સરકાર હવે વેક્સિનને સલામત જાહેર કરી રહી છે અને તમામ નાગરિકો અને આરોગ્ય કર્મચારીઓને રસી લેવાનું કહે છે.

ગયા અઠવાડિયે વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના સકારાત્મક

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોવિડના સૌથી વધુ કેસ છે. અહીં 2,64,000 થી વધુ કેસ નોંધાયા છે, જે આ દેશમાં સૌથી વધુ છે. શુક્રવાર, આરોગ્ય મંત્રાલય દ્વારા 4,368 નવા કેસ અને 63 મૃત્યુ નોંધાયા છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કુલ 6,45,356 કેસ અને 14,091 મૃત્યુ નોંધાયા છે.

કોરોનોની બેદરકારીનું એક ઉદાહરણ એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ગયા અઠવાડિયે કોરોના સકારાત્મક જોવા મળ્યા હતા, તેમ છતાં તેઓએ ગુરુવારે નિયમોનું ઉલ્લંઘન કરીને બેઠક યોજી હતી.

આ બેઠકની તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. અને ઇમરાને નેટીજનના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કોરોના હોવા છતાં મીટીંગ કર્યા બાદ લોકોએ ઇમરાન સરકારને ખુબ સંભળાવ્યું હતું. સોશિયલ મીડિયામાં તેનો ખુબ વિરોધ થયો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.