ગાંધીનગર:આઇઆઇટી ગાંધીનગરના ૨૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જીટીયુ કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જીટીયુના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટીવ આવ્યાં છે. તે ઉપરાંત ૨ પ્રોફેસર સહિત ૩ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. જીટીયુમા કોવિડ-૧૯ના કુલ ૬ કેસ સામે આવ્યા છે.

હાલમાં જીટીયુ કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.આઇઆઇએમ અમદાવાદમાં પાંચ વિદ્યાર્થીઓ પણ મેચ જોવા ગયા હતાં અને તેઓ કોરોના સંક્રમિત થયા હતાં.આઈઆઇએમ અમદાવાદમાં ૧૨ દિવસમાં જ ૨ ફેકલ્ટી સહિત ૩૧ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલમાં ૩૦ વિદ્યાર્થી ક્વોરન્ટીનમાં છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.