ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે 1લી એપ્રિલથી બીજાં રાજ્યોથી ગુજરાતમાં આવતાં લોકો માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઍપિડેમિક ડીસીઝ ઍક્ટ 1897 અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના એદ નિર્દેશ અનુસાર દેશના કોઈ પણ રાજ્યમાંથી ગુજરાતમાં આવનારી વ્યક્તિએ છેલ્લા 72 કલાકમાં થયેલો તેમનો કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ નૅગેટિવ છે તે પુરવાર કરવું પડશે. પછી જ રાજ્યમાં પ્રવેશ મળશે.

વિભાગ અનુસાર બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં કોરોના વાઇરસના કેસનો વ્યાપ ન વધે તે માટે આ આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ ગુજરાતમાં પ્રવેશ જોઈતો હોય તો 72 કલાકની અંદર RT-PCR ટેસ્ટ કરાવ્યો હોવો જોઈએ અને જો રિપોર્ટ નેગેટિવ હોય તો જ વ્યક્તિને પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે.સાથે વિભાગે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકોને માટે સ્ક્રિનિંગ ફરજિયાત કરી નાખ્યું છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.