મહેસાણા જિલ્લામાં ગઈકાલે એક સાથે 43 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં આજ દિન સુધી 54130 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 51170 સેમ્પલ નેગેટિવ આવ્યા છે.

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે 6 કેસ નોંધાયા હતા. તેમજ શહેરી વિસ્તારોમાં 37 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 213 પર પહોંચી છે. તેમજ  43 દર્દી સામે 10 દર્દી સાજા થયા છે. તેમજ 376 સેમ્પલ લેવામાં આવ્યા છે. મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 13, વિસનગર 16, કડી 9 , વિજાપુર 5, કેસ નોંધાયા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.