યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં વાહનો ઉપરાંત પગપાળા પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરંતુ કોરોના મહામારી ફરી એક વખત માથું ઉચકતા, લોકોના સુખાકારી માટે દ્વારકા જગતમંદિર દર્શનાર્થીઓ માટે ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં ફક્ત સુરક્ષાકર્મીઓ દષ્ટીમાન થઈ રહ્યા છે.

 

દ્વારકા જીલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડી તારીખ 27 28 29 સુધી ત્રણ દિવસ દ્વારકાધીશ મંદિર શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓ, પદયાત્રાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. તા.28ના રોજ બપોરના 2થી 3 કલાક દરમિયાન જગતમંદિર અંદર ફુલડોર ઉત્સવ ઉજવવામાં આવશે. આ ઉત્સવમાં ફક્ત વારાદાર પુજારી પરિવાર જ ભાગ લેશે.

 

જગતમંદિર ની જગ્યા સાંકળી હોવાથી કોરોના સંક્રમણનો ભય રહે છે. જ્યારે સુદામાસેતુ અને શિવરાજપુર બીચ ખુલ્લી જગ્યા હોવાથી કોરોના સંક્રમણનો ભય રહેતો નથી. જેથી જગત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે પણ સુદામાસેતુ તથા શિવરાજપુર બીચ પર જઈ શકાશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.