દ. કાશ્મીરમાં હિમાલય સ્થિત અમરનાથની ગુફા તીર્થસ્થળને માટે વાર્ષિક તીર્થયાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. એક અઘિકારીએ શનિવારે આ જાણકારી આપી છે. આ ગુફા મંદિર 3880 મીટરની ઉંચાઈ પર છે. આ માટે 56 દિવસીય યાત્રા પહેલગામ અને બાલટાલ માર્ગથી 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટે સમાપ્ત થશે. આ મહિનાની શરૂઆતમાં એક બેઠકમાં અધિકારીએ કહ્યું કે કોરોના પોર્ટોકોલ લાગુ છે અને સરકાર દ્વારા જાહેર નિયમનું પાલન કરાશે.

શ્રાઈન બોર્ડના અધિકારીએ કહ્યું કે બંને માર્ગ માટે રજિસ્ટ્રેશન દેશમાં 446 નક્કી બેંક શાખાથી કરી શકાશે. 1 એપ્રિલથી શરૂ થતા રજિસ્ટ્રેશન માટે 316 પંજાબ નેશનલ બેંક, 90 જમ્મૂ કાશ્મીર બેંક અને 40 યસ બેંકની વ્યવસ્થા છે. તેઓએ કહ્યું છે કે રજિસ્ટ્રેશન માટે અરજીપત્ર અને બેંકની શાખાની રાજ્યવાર સૂચિની સાથે બોર્ડની વેબસાઈટ પર તમામ માહિતી છે. સીઈઓએ કહ્યું કે રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકો દ્વારા અધિકૃત ડોક્ટર કે નક્કી ચિકિત્સા સંસ્થાની મદદથી સ્વાસ્થ્ય પ્રમાણપત્ર સ્વીકારાશે. આ પ્રમાણપત્ર અનિવાર્ય રહેશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.