સુરતના સૌથી પોશ વિસ્તારમાં કોરોના મહામારી વચ્ચે રાત્રે 9:00 વાગ્યે કર્ફ્યુનો અમલ શરુ થઇ જાય છે ત્યારે કર્ફ્યુ શરૂ થવાની ગણતરીની મિનિટ પહેલા એક ગાડી બેકાબૂ બનીને હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો.

મળતી માહિતીઓ મુજબ આ ગાડી એ બે નહીં પરંતુ ત્રણ જેટલા મોપેડને ટક્કર મારતા બે લોકોને ઈજા અને એક મહિલાનું મોત થયા નું સામે આવ્યું હતું. જોકે ઘટનાના પગલે નજીકમાં રહેલા લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જાણવા મળતી માહિતી મુજબ સુરતમાં ઘટનાને લઇ ને દોડધામ મચી જવા પામી હતી સુરતના પોશ ગરબા જોઈએ એવા વેસુ વિસ્તારમાં કોરોનાને લઈને કર્ફ્યુ લાગે તેને ગણતરીની મીની તો પહેલા એક લક્ઝરી કારે એક હિટ એન્ડ રનની ઘટના કરી હતી અકસ્માત કરીને ગાડી ચાલક ભાગવા જતાં લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો.

મહત્વનું છેકે આ ગાડી ચાલક અન્ય કોઈ નહીં પણ જાણીતી અતુલ બેકરીનાં માલિક અતુલ વેકરીયા હતાં જોકે પોલીસે તેમની ગાડી ચેક કરતાં ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી જે પોલીસે કબજે કરી ગાડી ચાલકને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા અને તેના વિરુદ્ધ અકસ્માત સાથે દારૂ પીવાનો કેસ દાખલ કર્યો હતો અને આ ઘટનામાં ઉર્વશીબેન ચૌધરી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.