ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ દિગ્ગજ સચિન તેડુંલકર ને શનિવારે કોરોના પોઝિટીવ હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે પૂર્વ ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ કોરોના પોઝિટીવ હોવાની જાણકારી સામે આવી છે. અગાઉ સચિન તેંડુંલકર પોતાને કોરોના પોઝિટીવ હોવાની જાણકારી ટ્વીટર દ્રારા આપી હતી. જેના બાદ હવે હાલમાં જ સમાપ્ત થયેલી વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝરમનારા યૂસુફ પઠાણને કોરોના સંક્રમણ લાગ્યુ છે.

ઇન્ડીયા લિજેન્ડ (India Legend) ટીમએ વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝની ફાઇનલમાં શ્રીલંકા લીજેન્ડને હરાવીને ટાઇટલ પોતાને નામે કર્યુ હતુ. ભારતીય ટીમની કેપ્ટનશીપ સચિન તેડુંલકર પાસે હતી. તેમની સાથે ટીમમાં યૂસુફ પઠાણ સામેલ હતા.

તેમણે પણ સિરીઝમાં ટીમ સાથે રમત રમી હતી. પઠાણે હમણાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લીધો હતો. સચિન બાદ હવે પઠાણને પણ કોરોના પોઝિટીવ આવતા લોકો દ્રારા પઠાણને સારા સ્વાસ્થ્યની કામના માટે સંદેશાઓ મળવા લાગ્યા છે.

યૂસુફ પઠાણે પોતે કોરોના સંક્રમિત હોવા અંગેની જાણકારી પોતાના ટ્વીટર હેંડલ મારફતે ચાહકોને આપી હતી. યૂસુફ પઠાણે ટ્વીટર પર લખ્યુ હતુ કે, મને હળવા લક્ષણો સાથે કોરોના સંક્રમણ જણાયુ છે. હું ઘરમાં જ ક્વોરન્ટાઇન થઇ ચુક્યો છુ. સાથે જ તમામ આવશ્યક સાવધાની અને આવશ્યક દવાઓ પણ લઇ રહ્યો છુ. હું એ તમામ લોકોને નિવેદન કરુ છુ કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે લોકો પોતાના સ્વાસ્થ્યને તપાસ કરાવી લે.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.