ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમની ચેતવણી પ્રમાણે વેક્સિનના રજિસ્ટ્રેશનના નકલી મેસેજથી સાવધાન રહેવું જરૃરી છે. એમાં આવતી લિંકમાં સાથે વાયરસ પણ આવે છે. એ લિંકમાં ક્લિક કરવાથી મોબાઈલના ડેટા ચોરીનો ખતરો છે. ખાસ તો કોન્ટેક્ટ લિસ્ટ ગાયબ થઈ જતું હોવાની ફરિયાદ ઉઠી છે.

કેન્દ્રીય સાઈબર સુરક્ષા એજન્સીના કહેવા પ્રમાણે કોવિડ વેક્સિનના રજિસ્ટ્રેશનને લગતા નકલી મેસેજથી સાવધાન રહેવું જરૃરી છે. એ મેસેજમાં કોવિડની વેક્સિનનું રજિસ્ટ્રેશન કરવા માટે લિંક મોકલવામાં આવે છે. એ લિંકમાં ક્લિક કરવાનું કહેવામાં આવે છે. મેસેજમાં આવેલી એ લિંક પર ક્લિક થાય કે તરત જ વાયરસ સ્માર્ટફોનમાં આવી જાય છે.

એ વાયરસ મોબાઈલના ડેટા તફડાવી લે છે. ઘણાં યુઝર્સે ફરિયાદ કરી હતી એ પ્રમાણે એ વાયરસ કોન્ટેક્ટ લિસ્ટને ગુમ કરી લે છે. આવા મેસેજના પાંચ પ્રકાર ઓળખી કાઢવામાં આવ્યા છે. સરકારે વેક્સિન માટે કોવિડ પોર્ટલ બનાવ્યું છે. એના મારફત મેસેજ ન આવે ત્યાં સુધી કોઈ પણ લિંક પર ક્લિક કરીને એપ ડાઉન ન કરવાની ભલામણ કેન્દ્ર સરકારની સાઈબર સુરક્ષા એજન્સીએ કરી હતી.

કોઈ ભેદી સોર્સમાંથી મેસેજ આવીને મોબાઈલને હેક કરી લે છે. એવાં પાંચ પ્રકાર ઓળખી લેવામાં આવ્યા છે. વેક્સિન રજિસ્ટ્રેશનના નામે જે પાંચ મેસેજ આવે છે એ કંઈક આવા હોય છે. કોવિડ-૧૯. એપીકે. વીએસીઆઈ-આરઈજીઆઈએસ.એપીકે.  એમવાયવેક્સિન-વી૨ એપીકે. સીઓવી-આરઈજીઆઈએસ. એપીકે અને વીસીસીઆઈએન-એપીપીએલવાય. એપીકે. આવા સોર્સમાંથી મેસેજ આવે તો લિંકમાં ક્લિન ન કરવાની સલાહ સાઈબર સુરક્ષા એજન્સીએ આપી છે. સરકારના માન્ય સોર્સમાંથી જ એપ ડાઉનલોડ કરવા અને સરકારી વેબસાઈટમાંથી જ રજિસ્ટ્રેશન કરવાની ભલામણ કરવામાં આવી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page