આ વીડિયો મોરબીના કાતિપુર ગામનો છે. આ વીડિયો જોઇને લોકો પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાની સાથે મોરબીનાં એસપી સુબોધ ઓડેદરાએ તપાસનાં આદેશ આપ્યા છે. થોડા દિવસ પહેલા જ આખા વિશ્વએ મદર્સ ડે ઉજવ્યો હતો. ત્યારે તો સોશિયલ મીડિયામાં માતા અંગેનાં પ્રેમનો ઉછાળો આવ્યો હતો. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પુત્ર માતાને ઢસડીને સાવરણીથી માર મારતો દેખાય છે.

કાંતિપુર ગામમાં વૃદ્ધ માતાને દીકરો માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમા રંભાબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેમનો મોટો દીકરો મનસુખ પરમારે સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા રંભાબેન નાના દીકરાના ઘરે ગયા હતા. તેથી આ કારણે મોટો દીકરો ગુસ્સે થયો હતો અને મોટા દીકરાએ આવીને તેમને માર માર્યો હતો. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે. આ વીડિયો મોરબીનાં કાંતિપુર ગામનો છે જેની પુષ્ટી ગામનાં સરપંચ ઇશ્વરભાઇએ કરી છે. આ વીડિયો આશરે 20 દિવસ પહેલાનો છે તેવું પણ જાણવા મળ્યું છે.

વાયરલ વીડિયોને આધારે મોરબીના કાંતિપૂર ગામે માતાને પુત્ર દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો છે. મોરબીનાં એસ.પી. સુબોધ ઓડેદરાએ આ અંગે જણાવ્યું છે કે, આ બનાવમાં કોઇ ફરિયાદ કરવા ઇચ્છસે તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. મોરબી આ અંગે તપાસ કરવા માટે તાલુકા પોલીસ કાંતિપૂર ગામે જવા રવાના થઇ છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page