• સિદ્ધપુરમાં હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
  • મહિલા સહિત 7 લોકોએ વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો,
  • ટોળકીએ વેપારી પાસે રૂ. 8000 રોકડા પડાવ્યાં
  • આરોપીએ વેપારી પાસે રૂ. 3.58 લાખની કરી માંગણી
             

પાટણના સિદ્ધપુરમાં એક પછી એક હનીટ્રેપના કિસ્સા બહાર આવી રહ્યાં છે. છેલ્લાં 4 દિવસમાં બીજો હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સિદ્ધપુરના બિંદુ સરોવર પાસે બાલીસણાના વેપારીને 1 મહિલા સહિત 7 લોકોએ હનીટ્રેપમાં ફસાવી રૂ. 3.58 લાખની માંગણી કરી હતી. આ ટોળકીએ વેપારી પાસે રહેલા રોકડા રૂ. 8000 હજાર પડાવ્યાં હતાં. સિદ્ધપુર પોલીસે છટકું ગોઠવી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો આ ગુનામાં સંડોવાયેલા ફરાર બે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સિદ્ધપુર શહેરના બિંદુસરોવર પાસે હનીટ્રેપ કરનાર ગેંગ દ્વારા બાલીસણા ગામે બંસી અમુલ પાર્લર ચલાવતા વેપારી મનીષકુમાર ભોગીલાલ પટેલને મોબાઈલ ફોન પર અવાર નવાર મીઠી મીઠી વાતચીત કરી વિશ્વાસમાં લઈ તા. 17-3-2021ના રોજ સિદ્ધપુરના બિંદુસરોવર પાસે મળવા બોલાવ્યા હતા અને આ યુવતી ત્યાંથી મનીષભાઈની ગાડીમાં બેસી રાજસ્થાન તરફ જતા અમીરગઢ પાસે આ ટોળકી દ્વારા કાવતરું રચ્યા પ્રમાણે એક ગાડીમાં ટોળકી આવી પહોંચી હતી અને મનીષભાઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તેમના ખિસ્સા માં રહેલ રોકડા રૂ. 8000 હજાર પડાવી લીધા હતા અને બીજા રૂ. 3.50 લાખ ની માંગણી કરી ડીસા ખાતે આંગડિયામાં મંગાવીને લઈ મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે અગાઉ 4 દિવસ પહેલા કલ્યાણ ના આચાર્ય ને હનીટ્રેપ માં ફસાવનાર ટોળકી ઝડપાઇ જે અંગે સમાચાર પ્રસિદ્ધ થતા આ વેપારી મનીષભાઈ પણ સિદ્ધપુર પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ચિરાગ ગોસાઈ તેમજ તેમની ટિમ દ્વારા તપાસ હાથ ધરતા અગાઉ પકડાયેલ ગેંગના 3 અને એક મહિલા આ ચારેય આ ગુનામાં સંડોવાયેલ હતા તેમજ અન્ય 3 ઈસમો મળી આ ગેંગના કુલ 7 ની અટકાયત કરી છે જયારે આ ગેંગના અન્ય 3 ઈસમોને પકડવા તજવીજ હાથ ધરી છે.

હનીટ્રેપ માં પકડાયેલ આરોપીઓ

1) ઠાકોર પરેશજી કાંતિજી ( રહે. ચારૂપ, પાટણ )

2) ઠાકોર ભિખાજી ઉર્ફે ટીનાજી પુંજાજી ( રહે. હાંસાપુર, પાટણ )

3) ઠાકોર ઉત્તમજી દેવજી ( રહે. વામૈયા, પાટણ )

4) ઠાકોર રોહિતજી કાંતિજી ( ધારપુર, પાટણ )

5) અફસાના ઉર્ફે અફસુડી ( નીલમ સિનેમા, પાટણ )

6) રાજપૂત ગણપતસિંહ કપૂરસિંહ ( રહે.ડીસા, બનાસકાંઠા જિલ્લા કરણી સેના પ્રમુખ )

7) ઠાકોર કીર્તિસિંહ પોપટજી ( રહે.ડીસા, બનાસકાંઠા )

હનીટ્રેપ માં ગુનામાં પકડવાના બાકી આરોપીઓ

1) ઠાકોર કિરણજી રૂઘનાથ ( રહે. કાંસા, સરસ્વતી )

2) ઠાકોર રણજિત પથુજી ( રહે, વામૈયા, પાટણ )

3) ઠાકોર રંગાજી પુનાજી ( રહે, વામૈયા, પાટણ )

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.