હિંમતનગર તાલુકાના બાવસર ગામે રવિવારે રાંધણગેસનો બાટલો પ્રચંડ ધડાકા સાથે ફૂટતાં સાત લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા સાત ઇજાગ્રસ્તોને તાબડતોબ ૧૦૮ માં બેસાડીને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સવારના આઠેક કલાકના સુમારે પ્રચંડ ધડાકા સાથે રાંધણગેસનો બાટલો ફાટતા ભયાનક આગ લાગતા પ્રફુલભાઇ બાબુભાઇ દરજીના પરિવારના સાત જણાને શારીરિક ગંભીર રીતે ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા સાત ઇજાગ્રસ્તોને તાબડતોબ ૧૦૮ માં બેસાડીને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રવિવારે સવારે લાગેલી આગથી ઘરમાં રહેલી તમામ ચીજવસ્તુઓ બળીને ભસ્મીભૂત થઇ ગઇ હતી.

રાંધણગેસના બાટલાના પ્રચંડ ધડાકાના કારણે મકાનની દિવાલની છતમાં પણ તિરાડ પડી ગઇ હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ વ્યકિતનું મોત નિપજયુ ન હતું. રવિવારે હોળીના પવિત્ર દિવસે ગામમાં પણ લોકો ખુશ મિજાજમાં હતા ત્યારે આગની આ ઘટનાથી બાવસર ગામમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને લોકોના ટોળે ટોળા આ ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા.

 

 

હિંમતનગર ફાયર બ્રિગેડના ફાયર ઇન્સપેકટર પ્રતાપસિંહ દેવડાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે બાવસર ગામમાં નવરાત્રિ ચોક પાસે આવેલ પ્રફુલભાઇ બાબુભાઇ દરજીના ઘરમાં રાંધણગેસની બોટલ ફાટતા આગ લાગી હોવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

આગના આ બનાવમાં સાત લોકોને ઇજાઓ થતા સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા છે. રાંધણગેસના બાટલામાં કયા કારણોસર લીકેજ થઇને આગ લાગી હશે તેની માહિતી મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઇ મૃત્યુ થયુ નથી એમ વધુમાં તેમણે જણાવ્યુ હતું.

ઇજાગ્રસ્તોને યાદી

શાંતાબેન બાબુલાલ દરજી (ઉ.વ.૬૦),

કેવલ શૈલેષભાઇ દરજી (ઉ.વ.૧૨),

ભરતકુમાર ભીખાભાઇ દરજી (ઉ.વ.૨૫),

શૈલેષભાઇ ભીખાભાઇ દરજી (ઉ.વ.૪૫),

દિશાબેન શૈલેષભાઇ દરજી (ઉ.વ.૧૮),

ભીખાભાઇ મણીલાલ દરજી (ઉ.વ.૬૫),

તારાબેન ભીખાભાઇ દરજી (ઉ.વ.૬૦)

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.