ક્રિકેટના મેદાન પર ઘણા ખેલાડીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, આવું જ કંઈક ઇંગ્લેંડના નૉટીધમશરમાં થયું છે. નૉટીધમશરના ક્રિકેટ બોર્ડ પ્રીમિયર લીગમાં રમનારા ક્રિકેટર જોશુઆ ડાઉનીનું અવસાન થયું છે.

જોશુઆ ડાઉની મેદાન પર બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બેહોશ થઈ ગયો હતો. મિત્રોએ એમ્બ્યુલન્સને બોલાવી પણ ત્યાં સુધીમાં જોશુઆએ જીવ ગુમાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જોશુઆ ફક્ત 24 વર્ષનો હતો.

મહત્વનું છે કે, જોશુઆ ડાઉની ઓલિમ્પિક જિમનાસ્ટ બેકી ડાઉની અને એલી ડાઉનીનો ભાઈ છે. જોશુઆ ડાઉનીની માતા હેલેન અત્યારે ખુબદ આઘાત અનુભવી રહી છે અને તે વિશ્વાસ કરી શકતી નથી કે, તેનો પુત્ર તેને આટલી નાની ઉંમરે તેમને છોડીને ચાલ્યો ગયો છે.

જોશુઆ ડાઉનીના મૃત્યુથી તેના પરિવાર અને સાથી ખેલાડીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેની નજીકના તમામ લોકો હજી પણ આશ્ચર્યમાં જોવા મળ્યા હતા. જોશુઆ ડાઉની ક્રિકેટર તેમજ શિક્ષક હતો. તાજેતરમાં તેણે લિવરપૂલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અને તે શિક્ષક તરીકે જોબ પણ કરતો હતો. અને સાથે ક્રિકેટ પણ રમતો હતો.

નોટિંગમ ક્રિકેટ બોર્ડ પ્રીમિયર લીગમાં પણ જોશુઆ ડાઉનીના મોત પર દુ: ખ વ્યક્ત કરાયું હતું. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એનપીએલના દરેક સભ્યને જોશુઆના મૃત્યુથી ભારે દુખ છે. જોશુઆના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page