જાણીતા પંજાબી સિંગર દિલજાનના ફેન્સને એક મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા પંજાબી સિંગર દિલજાનનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. દિલજાનનું નિધન મંગળવારે સવારે 4 વાગ્યાની આસપાસ થયું હતું. દિલજાનના અચાનક નિધનથી બધા જ લોકો હેરાન પરેશાન છે.

સમાચાર અનુસાર, દિલજાનનું મોત એક માર્ગ અકસ્માતમાં થયું હતું. સિંગર સવારે કારની વહેલી સવારે અમૃતસરથી કરતારપુર જઇ રહ્યો હતો. આ દરમિયાન જાંડિલા ગુરુ પાસે અકસ્માત સર્જાયો હતો અને ગાયકનું મોત નીપજ્યું હતું. સિંગર કરતારપુરનો રહેવાસી હતો.

તેના અચાનક મોતથી ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમની કારના ડિવાઇડરને ટકરાવાના કારણને કારણે આ અકસ્માત થયો હતો. સમાચારો અનુસાર અમૃતસર-જાલંધર જીટી રોડ પર જાંડિયાલા ગુરુ બ્રિજ પાસે દિલજનની કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. હવે પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઇ ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલજન મંગળવારની વહેલી સવારે અમૃતસરથી કરતારપુર તરફ પોતાની કારથી નીકળી રહ્યો હતો, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની કાર વધુ ઝડપે હતી અને પુલ નજીક પહોંચતી વખતે કાર અનિયંત્રિત થઈ ગઈ હતી અને ડિવાઇડરને ટક્કર મારીને પલટી ગઈ હતી.

અકસ્માત બાદ સિંગરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પહોંચતા પહેલા દિલજાનનું મોત નીપજ્યું હતું.

દિલજનનું નવું ગીત 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું. જેને લઈને તે સોમવારે પોતાની કારમાં મીટિંગ માટે અમૃતસર ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. જે સમયે આ દુર્ઘટના બની છે, તે સમયે દિલજન કારમાં એકલો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.