ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાંખ્યો છે. અમદાવાદ અને સુરતમાં સંક્રમણ બેકાબુ થઈ ગયો છે. કોરોનાના નવા લક્ષણો જણાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. એક તરફ ગરમી વધી રહી છે. તો બીજી બાજુ સવારની ઠંડકને કારણે શરદી અને ખાંસીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા લક્ષણોમાં ઝાડા ઊલટી અને આંખોમાં બળતરા જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દાખલ દર્દીઓમાં સાત ટકા જેટલા દર્દી એવા છે જેમને શરદી-ખાંસી-તાવ જેવા લક્ષણોની સાથે ઝાડા-ઊલટીના પણ લક્ષણો છે, એટલું જ નહિ પરંતુ ત્રણ ટકા જેટલા દર્દીઓમાં આંખોમાં બળતરા થતી હતી.

વાયરસના જિન્સમાં ફેરફાર થયો હોવાથી સંક્રમણ વધ્યું
વાયરસના જિન્સમાં ફેરફારની શક્યતાને પગલે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અત્યારે કોઈ લક્ષણો ન હોવા છતાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે, આ સ્થિતિમાં સિવિલમાંથી કેટલાક દર્દીઓના સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રો કહે છે. કોરોનાની પેટર્ન બદલાઈ રહી છે, જેને લઈ તબીબો પણ માથું ખંજવાળતાં થયા છે. પહેલાં શરદી-ખાંસી-તાવ-અશક્તિ લાગતી હોય તો તેવા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવતાં હતા પરંતુ હવે આવા લક્ષણો ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.

લોકો ટેસ્ટિંગ માટે લાઈનમાં ઉભા રહેવા માંડ્યા
લોકો ટેસ્ટિંગ માટે લાઈનમાં ઉભા રહેવા માંડ્યા

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ચાર ગણા વધ્યા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેના પરિણામોની ઉજવણી બાદ કોરોનાના કેસો બેફામ ગતિએ વધ્યા છે. કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. રાજ્યમાં રોજના 2000થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં 600થી વધુ કેસો આવી રહ્યા છે ત્યારે હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ રહી છે. માત્ર 15 જ દિવસમાં 12 હોસ્પિટલો અને 700 બેડ વધારવાની ફરજ પડી છે. ખાનગી હોસ્પિટલમાં ચાર ગણા દર્દીઓ દાખલ થયા છે. 13 માર્ચે ખાનગી હોસ્પિટલમાં 377 દર્દીઓ દાખલ હતા જેમાં 25 લોકો વેન્ટિલેટર પર હતા જ્યારે 29 માર્ચ સુધીમાં દર્દીઓની સંખ્યા 1606 અને વેન્ટિલેટર પર 105 દર્દીઓ દાખલ છે.

ICUમાં 230 અને 105 દર્દીઓ વેન્ટિલેટર પર
29 માર્ચ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 81 ખાનગી હોસ્પિટલમાં 2966માંથી 1360 જેટલા બેડ ખાલી છે. જ્યારે 2 જેટલા કોવિડ સેન્ટરમાં 194 બેડમાંથી 14 લોકો એડમીટ છે અને 175 જેટલા બેડ ખાલી છે. અમદાવાદની 81 જેટલી ખાનગી હોસ્પિટલોમા કોરોનાની સારવાર લેતા દર્દીઓની વાત કરીએ તો કુલ 2966 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 595 બેડ, HDUમાં 676, ICUમાં 230 અને ICUમાં વેન્ટિલેટર પર 105 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે કોવિડ કેર સેન્ટરમાં માત્ર 19 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે.

નવા લક્ષણો ધરાવતા દર્દીઓ પોઝિટિવ આવ્યા
નવા લક્ષણો ધરાવતા દર્દીઓ પોઝિટિવ આવ્યા

શું છે અમદાવાદની સ્થિતિ?
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં ગઈ કાલે સતત ચોથા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 587 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,348 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 71,387 થયો છે. જ્યારે 66,924 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.