મહેસાણા: રાધનપુર ચોકડી સ્થિત બાળ ઓબ્ઝર્વેશન હોમમાં ચોરી, બળાત્કાર અને હત્યાના ગુનામાં રખાયેલા 7 બાળ આરોપીઓએ મંગળવાર સવારે મૂક્કા મારી રૂમની બારીઓ અને લોબીના કાચ તોડી જાતે જ હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઘાયલ સાતેય બાળ આરોપીઓને સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા. સદનસીબે કોઇ મોટી ઇજા ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનાને લઇ ઓબ્ઝર્વેશન હોમના અધિકારી સહિતનો સ્ટાફ દોડતો થયો હતો.ઇજાગ્રસ્ત બાળ આરોપીઓને આ પગલું ભરવાનાં કારણો પૂછતાં મોટાભાગનાએ અમે ક્યારેય અહીંથી બહાર નહીં નીકળી શકીએ એટલે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. તો એકે પરિવાર સાથે વાત ન થતી હોવાના કારણે અને બીજાએ વ્યસનના કારણે પગલુ ભર્યાનું કારણ બતાવ્યું હતું.ઓબ્ઝર્વેશન હોમના સુપ્રિન્ટેન્ડેન્ટ શનિભાઇ પરમારે જણાવ્યું કે, આ લોકો પોતાની મનમાની ચલાવવા માગે છે, એટલે કે તેઓ ઇચ્છે એ કરી શકે એ માટે સ્ટાફ પર ધાક જામવવા તેમજ પોતાનો આક્રોશ ઠાલવવા આ પ્રકારનું કૃત્ય કર્યું છે.

નિયમ મુજબ એમને પરિવાર સાથે ટેલીફોનીક વાતચીત પણ કરાવીએ છીએ. તેમના પરિવારમાંથી કોઇ આવે તો મળવા પણ દઇએ છીએ.મહેસાણા સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. અનીમેષ પટેલે જણાવ્યું કે, આ ઘટના જોતાં તેમને કાઉન્સેલિંગની જરૂર જણાય છે. એમના મનમાં રહેલા ડરને દૂર કરવા આ જરૂરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.