ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને ભાવનગર જિલ્લા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

 જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે વલસાડ જિલ્લાના ડુંગરી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૦૮/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એઇ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હિતેશભાઇ ઘનશ્યામભાઇ પોલારા રહે.પુણાગામ, યોગી ચોક, તા.જી. સુરત મુળ કિકરીયા, તા.મહુવા, જી.ભાવનગર વાળા પીળા કલરનો વાદળી કલરનુ જિન્સ પેન્ટ પહેરીને ભાદરા ગામ અને દુધાળા નં.૨ ગામ વચ્ચે આવેલ દેવાંગી પેટ્રોલ પંપે પાસે ઉભેલ છે. તેવી હકીકત મળતા જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ હિતેશભાઇ ઘનશ્યામભાઇ પોલારા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.પુણાગામ, યોગી ચોક, તા.જી. સુરત હાલ કિકરીયા, તા.મહુવા, જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમ વલસાડ જિલ્લાના ડુંગરી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૦૮/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એઇ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હોય અને જેથી મજકુર આરોપીને હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.

 આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. એ.એસ. આઇ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.