અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. રાજ્ય સરકારે પણ કોરોના બેકાબુ થતાં આઠ મહાનગરોમાં શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે અમદાવાદની નવગુજરાત કોલેજમાં ફાઉન્ડેશન કોર્ષની ફી ઉઘરાવવા માટે વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં આવતાં હતાં. એક વર્ગમાં વિદ્યાર્થીઓ ટોળુ વળીને બેઠેલા નજરે પડ્યાં હતાં. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ તો માસ્ક પણ નહોતું પહેર્યું.

વોલેન્ટિયર્સે ઉશ્કેરાઈને સરકાર પર આક્ષેપ કર્યા
કોલેજના વોલન્ટિયર્સને આ મામલે પૂછતાં તેઓ ઉશ્કેરાઈ ગયાં અને સરકાર પર ગંભીર આક્ષેપો કરવા લાગ્યા હતાં. તે ઉપરાંત વિદ્યાર્થીઓને કોરોનાના નિયમોનું પાલન કરાવવાની જગ્યાએ ઉશ્કેરી રહ્યાં હતાં. કોલેજમાં ફી ઉઘરાવવા માટે રાખવામાં આવેલા વોલન્ટિયર્સના ક્લાર્કે કહ્યુ હતું કે રાજનીતિનો સમય હોય તો કોરોના કોઈને નડતો નથી અને અમે ભેગા થઈએ તો કોરોના ફેલાય છે. આ નિવેદન બાદ વિદ્યાર્થીઓમાં પણ સરકારની નીતિ સામે રોષ જોવા મળ્યો હતો.જો આવી જ બેદરકારી જો શહેરમાં થતી રહેશે તો કોરોનાનું સંક્રમણ કેવી રીતે રોકી શકાશે.

આવી રીતે કોરોનાને મ્હાત આપી શકાશે?
આવી રીતે કોરોનાને મ્હાત આપી શકાશે?

અમે સરકારના નિયમોનું પાલન કરીએ છીએ
આ મામલે કોલેજ મેનેજમેન્ટના પ્રવક્તા કલ્પનાબેન રાજપૂતે જણાવ્યું હતું કે અમે સરકારના નિયમોનું પાલન કરીએ છીએ. પરંતુ અમારી સંસ્થામાં સરકારી સ્ટાફની અછત છે જેથી અમે બહારથી વોલન્ટિયર બોલાવીએ છીએ. આજે જે સ્થિતિ સર્જાઈ એની ભુલ અમે સ્વીકારીએ છીએ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ કે ફી ભરતાં આવડતું નથી અમને તેમના ભવિષ્યની ચિંતા છે. માટે જ તેમને કોલેજમાં બેચ પ્રમાણે બોલાવીએ છીએ. વિદ્યાર્થીઓ તેમના મિત્રોને લઈને આવીને ભીડ કરે છે. સિક્યુરિટીને પણ ગાંઠતા નથી. અમે અમારા તરફથી નિયમોનું પાલન કરાવવાનો પૂરતો પ્રયાસ કરીએ છીએ.

એક જ વર્ગ ખંડમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ટોળે વળીને બેઠા હતાં
એક જ વર્ગ ખંડમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ટોળે વળીને બેઠા હતાં

IIMAમાં કુલ 70 લોકો પોઝિટિવ
જેમાં ગત નવેમ્બર 2020માં 15 દિવસમાં 18 લોકો પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કોરોનાની બીજી લહેરમાં 12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ હવે કુલ 70 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનઈમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

વોલેન્ટિયર્સે નિયમોનું પાલન કરાવવાની જગ્યાએ વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા
વોલેન્ટિયર્સે નિયમોનું પાલન કરાવવાની જગ્યાએ વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા

GTUમાં ભયનો માહોલ ફેલાયો
ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં ગત સપ્તાહે કુલપતિ નવીન શેઠને કોરોના પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેઓ હોમ કોરેન્ટાઈન થયા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે. પરંતુ GTU રજીસ્ટાર કે.એન. ખેરને પણ કોરોના પોઝિટિવ છે અને સ્ટાફના પણ 10થી વધુ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ અન્ય સ્ટાફના પણ રિપોર્ટ કઢાવવાના શરૂ કરવામાં આવ્યા છે. એક સાથે આટલા કર્મચારીઓને પોઝિટિવ આવતા GTUમાં ભયનો માહોલ ફેલાયો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.