દેશમાં એકતરફ કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે તો બીજી તરફ આમ આદમી માટે મોંઘવારીની એક નવી લહેર પણ દઝાડશે તે નિશ્ર્ચિત છે દેશમાં ફુગાવાની સ્થિતી બની રહી છે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળે છે તે એપ્રીલ માસ સુધી આ ઘટાડો યથાવત રહેશે. અને ત્યારબાદ સરકાર મતદાન પુરુ થતા જ ભાવમાં વધારો ફરી શરુ કરશે તેવા સંકેત છે.

જોકે આવતીકાલથી અનેક સામાન્ય વપરાશથી લઇને લકઝરી આઇટમ તથા કારથી લઇને ટેલીવિઝન સુધીના ભાવમાં વધારો જોવા મળશે. મારુતી સહીતની તમામ ઓટો કંપનીઓએ 1 એપ્રીલથી તેમના મોડેલમાં ઓછામાં ઓછા 10 હજાર અને વધુમાં વધુ 60 હજાર સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત આયાતી પાર્ટસ મોંઘા થવાથી ટેલીવિઝન અને એરકંડીશન પણ મોંઘા થશે. બીજી તરફ રેફીજરેટર, કુલરને પણ ભાવ વધારો અસર કરનાર છે. નાગરીક ઉડયન મંત્રાલય દ્વારા તા. 1 એપ્રીલથી એર સીકયુરીટી ફી માં વધારો કરવાની જાહેરાત કરી છે જેના કારણે ડોમેસ્ટીક ટીકીટમાં પણ રૂ.ર00 જેટલો વધારો થશે.

વિમા કંપનીઓએ ટર્મ ઇન્સ્યુરન્સ સહીતની વિમા પોલીસીના પ્રીમીયમમાં વધારો જાહેર કરી દીધો જ છે. તો ઉ5રાંત સ્ટીલ બનાવતી કંપનીઓએ ભાવ વધારો જાહેર કરતા જે જે ઉત્પાદનમાં સ્ટીલનો ઉપયોગ થાય છે તે તમામ પણ મોંઘા થશે. બીજી તરફ ઉનાળાના આગમન સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો શરુ થઇ ગયો છે. અને હવે ચોમાસાના મધ્ય સુધી શાકભાજી પણ મોંઘા રહેશે તેવા સંકેત છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.