માણસોના લોહીનો ઉપયોગ કરીને અમેરિકાની એક કંપનીએ બનાવેલા શેતાન શૂઝને લઈને આજકાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે.

ઘણા લોકો કંપનીના આ શૂઝનો વિરોધ પણ કરી રહ્યા છે.MSCHF કંપનીએ ન્યૂયોર્કના બ્રૂકલિનની એક કંપની અને જાણીતા રેપર લિલ નાસ સાથે મળીને સાથે મળીને આ શૂઝની 666 જોડ બનાવી છે. દરેક જોડીની કિંમત લગભગ 75000 રુપિયા છે.
કંપનીનો દાવો છે કે, આ જૂતા પરના લાલ કલરમાં માણસના લોહીનો સમાવેશ થાય છે. દરેક શૂઝમાં એક ટીપુ માણસનુ લોહી વપરાયુ છે.બીજી તરફ તેના પર પંચકોણનુ એક નિશાન મુકવામાં આવ્યુ છે.ઘણાનુ માનવુ છે કે, આ થકી કંપનીએ ઈશ્વરનુ અપમાન કર્યુ છે.કારણકે પંચકોણ એટલે કે પેન્ટાગ્રામ શેતાનનુ પ્રતિક માનવામાં આવે છે.આ સિવાય બાઈબલના લખાણનો પણ શૂઝ પર ઉલ્લેખ કરાયો છે.
કંપનીએ તેના પર જાણીતી શૂઝ બ્રાન્ડ નાઈકીના લોગોનો પણ ઉપયોગ કર્યો છે.જેનાથી છંછેડાયેલી નાઈકી કંપનીએ MSCHF પર કેસ પણ ઠોકી દીધો છે.
જોકે MSCHF માટે આ કોઈ પહેલો વિવાદ નથી.આ પહેલા કંપનીએ 2019માં જીસસ શૂઝ લોન્ચ કર્યા હતા.ત્યારે કંપનીએ દાવો કર્યો હતો કે, આ શૂઝના સોલ માટે જોર્ડન નદીમાંથી લાવવામાં આવેલા પવિત્ર પાણીનો ઉપયોગ કરાયો છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
