ફ્રાંસઃ કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બીજી વખત પોતાની ઝપેટમાં લીધું છે ત્યારે ફ્રાંસમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ વઘતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાનું લૉકડાઉન લગાવી દીધું છે. શાળાઓને ત્રણ અઠવાડિયા માટે બંધ કરવામાં આવી. હાલ ફ્રાંસમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ચાલી રહી છે. જેના લીધે ભારે ખાનાખરાબી સર્જાઈ છે.

આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ મેક્રોએ કહ્યું કે, જો નક્કર પગલા નહિ ભરાય તો કોરોના પરથી કાબૂ ગુમાવી દઈશું. ફ્રાંસમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જીવન જરૂરિયાત સામાનની દુકાનો ખોલવાની મંજૂરી મળશે.

ઓફિસ જવાને બદલે લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. આ દરમિયાન 10 કિલોમીટરની ત્રિજ્યામાં જવા પર રોક લગાવવામાં આવી છે. આમ છતાં લોક઼ડાઉનમાં કોરોના રસીકરણના કામમાં ઝડપી લાવવામાં આવશે.

મહત્વનું છે કે, ફ્રાંસમાં કોરોના ચેપના પોઝિટિવ કેસનું કુલ સંખ્યા 46 લાખને પાર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી ફ્રાંસમાં કુલ મોતનો આંક 95 હજારને પાર પહોંચી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોમાં અમેરિકા, બ્રાઝિલ અને ભારત ટોપ ઉપર છે. ત્યાર બાદ યુરોપીયન દેશોનો પણ સમાવેશ થયો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.