ફિલ્મસ્ટાર રજનીકાંતને મળશે દાદાસાહેબ ફાળકે પુરસ્કારઃ કેન્દ્ર સરકારે કર્યું એલાન

અભિનેતા રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાશે
કેંદ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની જાહેરાત
50 વર્ષ સુધી ફિલ્મ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ રજનીકાંતને અપાશે આ સન્માનપ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમને ખુશી છે કે દેશના તમામ ભાગોમાંથી ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમય સમય પર દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ મળ્યો છે. આ વર્ષનો દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ મહાન નાયક રજનીકાંતને જાહેર કરતાં અમને ખૂબ જ ખુશી થાય છે. રજનીકાંત છેલ્લાં પાંચ દાયકાથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન કરાવી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ ઍવૉર્ડ આપ્યાનો નિર્ણય લીધો છે.
આ વર્ષે આ સિલેકશન જ્યુરીએ કર્યું છે. આ જ્યુરીમાં આશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ધાઇ આ પાંચેય જ્યુરીએ બેઠક કરીને એક મતથી મહાનાયક રજનીકાંતને દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ આપવાની ભલામણ કરી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
