ભરૂચ ફલશ્રુતી નગર પાસે આવેલ અમરદીપ કોમ્પલેક્ષ અસોસીયેશન ના પે એન્ડ પાર્ક ના પાર્કીંગમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

 

મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિર્દેશકશ્રી ગુ.રા.રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આગામી તહેવારોને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પ્રોહી/જુગારની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામા આવેલ જે ડ્રાઇવ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ પ્રોહી ડ્રાઇવ દરમ્યાન પ્રોહી પ્રવૃતીઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે .પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓએ તાબાના અધીકારી/પોલીસ માણસોને જીલ્લામા મોટા નામચીન બુટલેગરોની હાલની પ્રવૃતી ઉપર નજર રાખી ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામા આવેલ છે જે પૈકી એલ.સી.બી.ની ટીમ ભરુચ વિસ્તારમા પેટ્રોલીંગમા હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ફલશ્રુતી નગર પાસે આવેલ અમરદીપ કોમ્પલેક્ષ અસોસીયેશન ના પે એન્ડ પાર્ક ના પાર્કીંગમાથી એક આરોપી તથા સેંટ્રો ફોર વ્હીલર ગાડી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ/ ક્વાટર કુલ નંગ-૨૪૬ સાથે મળી કુલ મુદ્દામાલ કિં. ૧,૭૨,૦૫૦/-સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટેમા સોપવામા આવેલ છે

 

પકડાયેલ આરોપીઓના નામ-ઇમરાન મહમદ પટેલ રહે.ઘંટી ફળીયુ રહાડ રહીયાદ ગામ તા.વાગર જી.ભરુચ

 

કબ્જે કરેલ મુદ્દમાલ (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બનાવટની નાની મોટી બોટલ/ ક્વાટર કુલ નંગ-૨૪૬ કિં.રૂ. ૬૨,૦૫૦/- (૨) મોબાઇલ નંગ-૦૧ કિં રૂ ૧૦,૦૦૦/- (૩) સેંટ્રો ફોર વ્હીલર ગાડી નં. GJ 16 AA 9501 કિં.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧,૭૨,૦૫૦/-

 

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-પો.સ.ઇ.એ.એસ.ચૌહાણ હે.કો.જયેંદ્રભાઇ તથા પો.કો.મહીપાલસિંહ, શ્રીપાલસિંહ એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.