મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાના નિર્ધાર સાથે સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ આજે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આ અભિયાન આગામી તા. 31 મે સુધી હાથ ધરાશે.

 

આ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇ તથા નદી પૂન:જીવીત કરવા જેવા વિવિધ 18582 કામોનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે.આ અભિયાન હેઠળ લોકભાગીદારીથી 6323 તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરવામાં આવશે. અભિયાન હેઠળના વિવિધ કામોથી 60 લાખ માનવદિન રોજગારીનું નિર્માણ થશે. મુખ્યમંત્રીશ્રીએ આજે વડાવળી ગામના તળાવને ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો તેનાથી આ તળાવમાં 10 લાખ ઘનફૂટ પાણી જેટલી સંગ્રહ ક્ષમતા થશે

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.