આજે સવારે નવ વાગ્યે તળાજા તાલુકાના પસ્વી ગામે તળાજા ખેડુત એકતા ના નેજા હેઠળ ભાવનગર નેશનલ હાઇવે બે કલાક ચક્કાજામ કરવામાં આવ્યો

તેમાં અનેક ગામોના સરપંચશ્રીઓ વીસથી વધારે ગામોના સામાજિક કાર્યકરો.ભાજપ.ક્રૌગ્રેસ.આમ આદમી પાર્ટીના નેતાઓ અને પસ્વી અને આજુબાજુ ગામોના લોકોએ મોટીસંખ્યામાં હાજરી આપી તેમજ રોડ ચક્કાજામમા અજુગતો બનાવ ન બને તે માટે આખો મામલો ગાંધીચિંધ્યા રાહે સમજણ પૂર્વક અને સાથેસાથે ઉગ્ર રજૂઆત કરવામાં દશરથસિહ ગોહિલ તણસા અને ખેડુત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી અને તળાજા પ્રમુખ અશોકસિંહ કે સરવૈયાએ સતર્કતા રાખીને જવાબદાર અધિકારી ખાત્રી ન આપે ત્યાં સુધી રોડ ઉપરથી નહિ હટવાની મક્કમતા દર્શાવી તેમજ ખેડુતો અને લોક કલ્યાણના કામોમાં એક્તા રાખવી જરૂરી છે અને આવાં ‌કામો થાય તે રામાયણ.ભાગવત અને હવન બરાબર ગણાય.તેમજ નેતાઓને મત આપવામાં ” મારો નહિ પણ સારો પસંદ કરો ” તેવી જાહેરમાં ચર્ચા કરી. તેથી દોઢ કલાકે તળાજા મામલતદાર સાહેબ વાતાઘાટ કરવા આવેલા તેને જવાબદારી નહિ સ્વીકારેલ તેથી રોડ ઉપર દિવસો સુધી બેસી રહેવા લોકોએ પુરાજોમ સાથે સુત્રો કરેલા તે સત્ય જણાતા બે કલાકે તળાજા ડે.કલેકટર પોતે પસ્વી ગામે આવેલા અને આગેવાનો.લોકો અને મીડિયાની હાજરીમાં જાહેરમાં કાલે તા.૨/૪/૨૦૨૧ ના રોજ જુનાં સર્વીસ રોડનુ પેવર કામ શરૂ કરાવવામાં આવશે અને કોબડી અને નાગેશ્રી ટોલ ટેક્ષ મુદ્દે સરકારમાં લોકોની માગણી બરાબર છે તેની જાણ કરી બન્ને સ્થળે ટોલ ટેક્ષ બંધ કરવો જરૂરી છે તે કરશું તેવું જણાવી ખાત્રી આપી પછી આગેવાનો અને લોકોએ આંદોલનને વિરામ આપીએ છીએ તેવી જાહેરાત કરેલી.

ચાલુ ચક્કાજામ સમયે પીપાવાવ.રાજુલા.નાગેશ્રી.ઉના વિગેરે આંદોલન શરૂ કરવા ખેડુત એકતા આગેવાનનોને આમંત્રણો આવેલાં તેથી ભાવનગર થી સોમનાથ સુધીનો સર્વીસ રોડ ભયંકર યાતના ભોગવવી પડે તેવો છે તે સાબિત થાય છે.તેમજ કોબડી અને નાગેશ્રી ટોલ ટેક્સ નેશનલ હાઇવે સૌ ટકા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્ષ બંધ કરાવવા આંદોલનો થશે તેવાં લોકો સંકેત આપે છે.

આ રોડ ચક્કાજામના પ્રોગ્રામમાં ટીવી અને અખબાર પત્રોએ કવરેજ કરવા ભારે જહેમત ઉઠાવી.તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં મહત્વની ભૂમિકા હતી તેમજ ચક્કાજામ પછી દશરથસિહ ગોહિલ તણસા અને ખેડુત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી.તળાજા પ્રમુખ અશોકસિંહ કે સરવૈયા નવી કામળોલ.રામભાઇ ભંમર.પ્રવિણસિહ સરવૈયા પસ્વી.રઘુભા સરવૈયા.લાખાભાઇ આહીર.અનીરૂધ્ધસિંહ નટુભા.બાબુભાઇ આહીર અને લધ્ધિરસિહ સરવૈયા નવ આગેવાનોની અટક કરી દાઠા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી દોઢ કલાક રાખી છુટ્ટા કરેલા તેમ ખેડુત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી.અશોકસિહ કે સરવૈયા નવી કામરોલ.દશરથસિહ ગોહિલ તણસા જણાવી રહ્યા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.