ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. તેમાં પણ આજે છેલ્લા 24 કલાકમાં 2410 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 2360 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 2015 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં 4, અમદાવાદમાં 3 તથા વડોદરા અને ભાવનગરમાં 1-1 મળી કુલ 9 દર્દીના મોત થયાં છે. રાજ્યમાં સતત બીજા દિવસે 9 દર્દીઓએ કોરોના કારણે જીવ ગુમાવતાં મૃત્યુઆંક 4528એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.35 ટકા છે.

12,996 એક્ટિવ કેસ અને 155 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 40 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 10 હજાર 108ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,528 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 92 હજાર 584 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,996 એક્ટિવ કેસ છે, જેમાંથી 155 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,841 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં
અત્યાર સુધી 53 લાખ 68 હજાર 2 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 68 હજાર 680 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 60 લાખ 65 હજાર 682નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 3 લાખ 69 હજાર 262 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 28 હજાર 635ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.