ઉત્તર પ્રદેશ: બિજનોરમાં ચોરીનો લગતો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ચોરને જ્યારે ચોરી કરતી વખતે અપેક્ષા કરતા વધારે પૈસા મળ્યા તો તે પોતાની ખુશીને રોકી શક્યો નહીં અને એટલો ખુશ થઈ ગયો કે તેને હાર્ટ અટેક આવી ગયો. બંને ચોર નૌશાદ અને એજાઝે રકમને સમાનરૂપે વહેંચી દીધી. પરંતુ થોડા દિવસ બાદ એજાઝને હાર્ટ એટેક આવ્યો અને તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને સારવારમાં મોટી રકમ ખર્ચવી પડી હતી.

મોટાભાગની રકમ સારવારમાં ખર્ચ થઈ ગઈ

હાર્ટ અટેક આવ્યો હોવાથી ચોરીના પૈસાની મોટાભાગની રકમ ચોરના સારવારમાં જ ખર્ચ થઈ ગઈ. બાદમાં તેના હાથમાં કંઈ ના આવ્યું. ઉલ્લેખનીય છે કે, આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બિજનોર કોતવાલી દેહાત વિસ્તારમાં થયેલી ચોરીની બાબતમાં 2 ચોરમાંથી 1ની ધરપકડ કરવામાં આવી હતી.

આ રીતે કેસનો ખુલાસો થયો

ચોરે પૂછપરછ દરમિયાન બિજનોર પોલીસની સમક્ષ સમગ્ર વાત જણાવી કે ચોરીની આટલી મોટી રકમ કેવી રીતે તેમના માટે મુસીબત બની ગઈ. ઉલટાનું તેમને આટલી મોટી રકમ મળ્યા બાદ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચોરના હાથે આટલી મોટી રકમ લાગી હતી

બિજનોરના એસપી ધર્મ વીર સિંહના જણાવ્યા પ્રમાણે, 16 અને 17 ફેબ્રુઆરીની રાત્રે 2 ચોર નવાબ હૈદર નામની વ્યક્તિના પબ્લિક સર્વિસ સેન્ટરમાં ઘૂસી ગયા હતા અને ત્યાં ચોરી કરી. ચોરોએ કેન્દ્રમાંથી 7 લાખની રોકડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સની ચોરી કરી હતી. ત્યારબાદ હૈદરે ફરિયાદ નોંધાવી કે તેના કેન્દ્રમાંથી 7 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.ત્યારબાદ બુધવારે પોલીસને નગીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અલીપુરથી 2 આરોપીઓ નૌશાદ અને એજાઝની ધરપકડ કરી મામલો થાળે પાડ્યો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.