ગુરુવારથી અમદાવાદ સહિત સમગ્ર દેશમાં 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ છે. ત્યારે આજે(1 એપ્રિલ) મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને કચ્છ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વસેલા પરપ્રાંતિય શ્રમિકો-લોકોને પણ ઝડપથી કોરોના વેક્સિનેશનમાં આવરી લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ સંદર્ભે નિયમિત રૂપે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળતી કોર કમિટિની બેઠકમાં થયેલી ચર્ચા-વિમર્શને પગલે મુખ્યમંત્રીએ રાજ્યમાં વસતા પરપ્રાંતિય નાગરિકો-લોકો જેમની ઉંમર 45 વર્ષથી વધુ છે, તેમને કોવિડ-19 કોરોના રસીકરણ ઝડપથી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કરી છે.

સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય નાગરિકો-લોકોના સમાજના અગ્રણીઓને સાથે રાખીને ટેક્ષટાઇલ તેમજ ડાયમન્ડ એસોસિયેશનના પ્રતિનિધિઓના પરામર્શમાં રહીને પરપ્રાંતિય લોકો-પરિવારોના રહેણાંક-વિસ્તારમાં જ સત્વરે કેમ્પ યોજીને વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવા પરપ્રાંતિય લોકો માટે વેક્સિનેશનની સ્ટ્રેટેજી બનાવી આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્ર અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરોને આપી છે.

વેક્સિનની પ્રક્રિયાને આ રીતે સમજો: એક વ્યક્તિને વેક્સિન લેવામાં વધુમાં વધુ 40 મિનિટ લાગશે

  • વેઈટિંગ રૂમમાં બેસવું પડશે: સૌપ્રથમ રસી લેવા આવનારે કેન્દ્ર પર બનાવવામાં આવેલા વેઈટિંગ રૂમમાં બેસવાનું રહેશે. પોતાનો વારો આવે ત્યારે રજિસ્ટ્રેશન કાઉન્ટર પર જવું.
  • કોવિનમાં રજિસ્ટ્રેશન કરાશે: વેક્સિનેશન માટે આવનાર વ્યક્તિનું કાઉન્ટર ઉપર વોક ઈન રજિસ્ટ્રેશન કરાશે. તેમનો આધાર કાર્ડ, મોબાઈલ નંબર કોવિન સોફ્ટવેરમાં નોંધાશે.
  • ટોકન લઈ રાહ જોવી: રજિસ્ટ્રેશન થયા બાદ વેક્સિન લેવા આવનારે ટોકન મેળવી સિનિયર સિટિઝન, ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ કેર વર્કર અને જનરલ કેટેગરી મુજબ બેસવું. એલર્જી,બીમારી અંગે પુછાશે: ટોકન નંબર આવે પછી કેટેગરી મુજબના કાઉન્ટર ઉપર વિગતોનું ક્રોસ વેરિફિકેશન કરાવાનું રહેશે. કોઈ એલર્જી કે બીમારી નથી તે વિશે પૂછપરછ કરાશે.
  • એક બોટલમાંથી 10 ડોઝ: તમારો વારો આવે એટલે હેલ્થકેર વર્કર રસી આપવાની પ્રક્રિયા શરૂ કરશે. હાલમાં એક જ બોટલમાંથી 10 લોકોને રસી અપાય છે.
  • કીડી ચટકો ભરે તેવો અહેસાસ: રસીનો ડોઝ નાનો હશે અને મોટેભાગે કોઈ તકલીફ થતી નથી. રસી આપે ત્યારે કીડી ચટકો ભરે તેટલો જ સામાન્ય દુખાવો થાય છે.
  • ગાઈડલાઈન સમજાવાશે: વેક્સિન લીધી હોય તો પણ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, હાથ ધોવા વગેરે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે સમજાવવામાં આવશે.
  • અડધો કલાક બેસવાનું રહેશે: વેક્સિન લીધા બાદ આડઅસર ચકાસવા વ્યક્તિએ 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં બેસવું પડશે. તે રૂમમાં એક ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત હશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.