તીઘરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો છે. પારડી તાલુકામાં આવેલા તીરઘા ગામે બે દિવસ પહેલા દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું હતું. ત્યારબાદથી ગામમાં ભયનો માહોલ ફેલાયેલો હતો.

ઘટનાની જાણ થતા જ એક્શનમાં આવેલા વનવિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. અને તેના પર CCTV કેમેરાથી નજર રાખી હતી. વનવિભાગે ગોઠવેલા પાંજરામાં આખરે દીપડો પૂરાઈ ગયો છે.

CCTV કેમેરામાં પણ આ દીપડો લટાર મારતો હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. દીપડો પાંજરે પૂરાતા ગામલોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.