• કેન્દ્રીય ગૃહમંત્રીએ તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં કર્યો પ્રચાર 
  • તમિલનાડુ સીએમની માતા વિરુદ્ધ DMK નેતા રાજાની ટિપ્પણીને લઈને સાધ્યું નિશાન 
  • DMK ને તમિલનાડુની માતા બહેનો 6 એપ્રિલે સબક શીખવાડે : અમિત શાહ 
             

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે તેમણે કહ્યું કે રાજાના નિવેદનથી સ્પષ્ટ છે કે પાર્ટી મહિલાઓનું સન્માન નથી કરતી. શાહે અહીં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં DMK પર ગમે તે રીતે ચૂંટણી જીતવાની ઇચ્છા હોવાનો આરોપ લગાવ્યો હતો.

DMK મહિલાઓનું સન્માન નથી કરતી 

તેમણે કહ્યું, ‘મેં DMK નેતા એ રાજાનું નિવેદન જોયું. તેમણે મૃત મહિલા સામે જે પ્રકારનું નિવેદન આપ્યું છે, મને લાગે છે કે તેની અંદર મહિલાઓ પ્રત્યે કોઈ આદર નથી અને તેઓ કોઈપણ કિંમતે આ ચૂંટણી જીતવા માંગે છે.

ભાજપ નેતાએ કહ્યું કે, ‘અગાઉ પણ DMK એ જયલલિતાજી (દિવંગત મુખ્ય પ્રધાન) વિરુદ્ધ આવી ખરાબ ટિપ્પણીઓ કરી હતી. હું તમિલનાડુની માતાઓ અને બહેનોને ચૂંટણીમાં મહિલા વિરોધી DMK ને પાઠ ભણાવવાની અપીલ કરું છું. ‘

તેમણે કહ્યું કે રાજ્યની ‘માતાઓ અને બહેનો’એ 6 એપ્રિલની વિધાનસભાની ચૂંટણીમાં DMK ને પાઠ ભણાવવો જોઈએ. ભાજપના સાથી AIADMKના નેતા અને રાજ્યના CM પલાનીસ્વામીની માતા સામે રાજાની કથિત વાંધાજનક ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કથિત ભ્રષ્ટાચાર અને રાજવંશના રાજકારણ માટે કોંગ્રેસ અને DMK પર પણ નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે આ ચૂંટણી લડાઇ વિકાસના માર્ગ પર NDA અને ભ્રષ્ટાચાર અને વંશના રાજકારણ પર UPAની વચ્ચે છે.

અમિત શાહે આરોપ લગાવ્યો કે DMK અને કોંગ્રેસ બંને પક્ષોને તમિલનાડુની જનતાની ચિંતા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ અને DMK વડા એમ કે સ્ટાલિનને તેમના પુત્ર ઉદ્યાનિધિ વિશે ચિંતિત છે.

ગૃહ પ્રધાન અમિત શાહે પુડ્ડુચેરીમાં રોડ શો કર્યો

દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે પુડ્ડુચેરીમાં એક રોડ શોમાં હાજરી આપી હતી અને ભાજપના ઉમેદવારો માટે મત માંગ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા માટે મત 6 એપ્રિલે યોજાશે.

ગૃહમંત્રી અહીંના લાવાસ્પેટ એરપોર્ટ પહોંચ્યા પછી કરુનાદિકુપ્પમ ખાતેના સિદ્ધાનંદ મંદિરની પણ મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે અહીં ભાજપ કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ પોતાની પાર્ટી બનાવીને લડી રહેલા એન. રંગાસ્વામીની સાથે ગઠબંધનમાં લડી રહ્યો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.