બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોનાવાયરસની ઝપટમાં આવી ગઇ છે. આલિયાની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનાં ડાયરેક્ટર સંજયલીલા ભણસાલી પણ થોડા અઠવાડિયા પહેલા કોવિડ-19 પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ હતુ. વળી આલિયા ભટ્ટનો બોયફ્રેન્ડ રણબીર કપૂર તાજેતરમાં કોરોના વાયરસને માત આપીને ક્વોરેન્ટાઇનથી બહાર આવ્યો છે. ભણસાલી અને રણબીર કપૂરને સંક્રમણ લાગ્યા બાદ આલિયાએ પણ તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ તે દરમિયાન તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ મુંબઈમાં કોરોનાનાં વધતા જતા મામલા વચ્ચે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના મિત્ર રણબીર કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ હવે આલિયા પણ આ મહામારીની ઝપટમાં આવી ગઇ છે. કોરોનાની તાજેતરની લહેરમાં, ફિલ્મ, ટીવી ઉદ્યોગ અને રમતગમત સાથે સંકળાયેલી અનેક જાણીતી હસ્તીઓ આ ખતરનાક વાયરસની ઝપટમાં આવી ગઈ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આમિર ખાન, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, બપ્પી લહેરી, તારા સુતરીયા પછી આલિયા ભટ્ટનું નામ કોરોના સંક્રમિત હસ્તીઓમાં જોડાયું છે.
આ પહેલા ગુરુવારે બોલિવૂડ સિંગર અને મ્યુઝિશિયન બપ્પી લહેરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બપ્પીની પુત્રી રીમા લહેરીએ આ માહિતી આપી. મુંબઈથી ઘણા ફિલ્મી સ્ટાર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેના કારણે શૂટિંગને અસર પણ થઇ રહી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભુલ ભુલૈયા 2’ નું શૂટિંગ હજી યથાવત છે. વળી, રિયાલિટી શો ડાન્સ દિવાનેનાં 18 ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
