• AMCએ 250 જેટલાં કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOC ન હોવાની યાદી જાહેર કરી
  • ફાયર NOC માટે અરજીઓ આવતી હોવાનો ચીફ ફાયર ઓફિસરનો દાવો
             

રાજ્યમાં મોટાં મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલ અને હોટલોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલ, હોટલમાં ફાયરસેફટીનાં સાધનો હોવાં જરૂરી છે અને સમયસર ચાલુ હોવા પણ જરૂરી છે, જેના માટે ફાયર વિભાગ દ્વારા તપાસ કરી એનું NOC આપવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં 250થી વધુ કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOC ન હોવાનું તેમજ રિન્યુઅલ ન કરાવી હોવાનું સામે આવ્યું છે.

AMCની વેબસાઈટ પર યાદી જાહેર કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ વેબસાઈટ પર ફાયર NOC વગર કોમર્શિયલ મિલકતોની જાહેર કરાયેલી યાદી મુજબ શહેર આવેલી મોટી હોટલો જેવી કે

  • હોટલ નોવાટેલ
  • હોટલ સિલ્વર કલાઉડ
  • હોટલ સિલ્વર હાઈટ્સ
  • હોટલ હયાત(વસ્ત્રાપુર)
  • રમાડા હોટલ
  • હિમાલયા મોલ
  • સંત કબીર સ્કૂલ
  • ટાઇટેનિયમ સિટી સેન્ટર પ્રહલાદનગર
  • મેં ફ્લાવર હોસ્પિટલ
  • કાઈઝન હોસ્પિટલ
  • કેન્સર હોસ્પિટલ અસારવા
  • સોમ લલિત કોલેજ
  • સુમેલ 7
  • સુમેલ 8 કોમ્પ્લેક્સ
  • સુમેલ 9 કોમ્પ્લેક્સ
  • દેવઓરમ બિલ્ડિંગ

મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલ, હોટલમાં ફાયર NOC ન હોવાનું બહાર આવ્યું છે.

ફાયરબ્રિગેડ આવાં બિલ્ડિંગોને નોટિસ ફટકારશે?
અમદાવાદમાં આવેલાં મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલમાં આગ લાગતાં ફાયરબ્રિગેડ પહોંચે છે, પરંતુ ઘણાં બિલ્ડિંગમાં સારી ફાયર સિસ્ટમ નથી હોતી. ઉપરાંત ચાલુ હાલતમાં નથી હોતી, જેને કારણે ફાયરબ્રિગેડને આગ પર કાબૂ લેવામાં જલદી સફળતા મળતી નથી.

અમદાવાદમાં જે રીતે 250 બિલ્ડિંગ NOC વગર તેમજ રિન્યુઅલ ન કરવાઈ હોય એવી સામે આવી છે ત્યારે ફાયરબ્રિગેડ આવાં બિલ્ડિંગોને NOC લેવા તેમજ રિન્યુઅલ માટે નોટિસ ફટકારશે કે કેમ?

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.