એક જ દિવસમાં 36, 71, 242 લોકોને રસી લગાવી રેકોર્ડ નોંધાવ્યો.

  • એક જ દિવસમાં 36, 71, 242 લોકોને રસી લીધી
  • દેશમાં એક દિવસમાં કોરોનાના 81, 466 નવા કેસ સામે આવ્યા
  • દિલ્હીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 56, 531 લોકોએ રસી લીધી

કોરોનાને પગલે કાલે એક જ દિવસમાં 36, 71, 242 લોકોને રસી લગાવવામાં આવી. જે એક રેકોર્ડ છે. 1 એપ્રિલ રાતે 8 વાગ્યા સુધી દેશ ભરમાં કુલ 6, 87, 89, 138 લોકોએ રસી લઈ લીધી છે. ત્યારે જણાવી દઈએ કે ભારતમાં એક દિવસમાં કોરોનાના 81, 466 નવા કેસ સામે આવ્યા છે. જેથી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 23, 03, 131 થઈ ગઈ છે.

જ્યારે 469 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1, 63, 396 થયો છે. ત્યારે 6,14, 696 લોકોની સારવાર ચાલી રહી છે. તો 1, 15, 25, 039 લોકો સાજા થઈ ચૂક્યા છે.

દિલ્હીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 56, 531 લોકોએ રસી લીધી

ત્રીજા ચરણની શરુઆતમાં થઈ ચૂકી છે. જેમાં 45 વર્ષથી વધારે ઉંમરના 65 લાખ લોકો સામેલ થશે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સાંજે 6 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા 56, 531 લાભાર્થીઓએ રસી લીધી છે. જો કે રાતે 9 વાગ્યાના અંત સુધીના આંકડા મળી શક્યા નહોંતા.

જાણો કોણે કયો ડોઝ લીધો

દેશમાં 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના 4 કરોડ 1 લાખ 6 હજાર 304 લોકો સામેલ છે. દેશભરમાં અત્યાર સુધી 88 લાખ 48 હજાર 558 હેલથ વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. 52 લાખ 63 હજાર 108 હેલ્થ વર્કર્સ બીજો ડોઝ લઈ ચૂક્યા છે.

ફ્રન્ટ લાઈન વર્કર્સ 93 લાખ 99 હજાર 776ને પહેલો ડોઝ અને 39 લાખ 18 હજાર 646 લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે.

રાતે 9 વાગ્યા સુધી લઈ શકાય છે રસી

દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પૂર્વમાં કહ્યુ હતુ કે ત્રીજા ચરણમાં એક જાન્યુઆરી 2022એ 45 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના થઈ રહેલા લોકો રસી લગાવી શકશે. ભલે તેને પહેલા કોઈ પણ બિમારીથી હોય કે ન હોય.

સરકારી અને ખાનગી કેન્દ્રોમાં સવારે 9 વાગે રાતના 9 વાગ્યા સુધી રસીકરણની સુવિધા મળશે.  અધિકારીએ કહ્યું કે સવારે 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી ફક્ત રજીસ્ટ્રેશન કરાવનારા લોકોને રસી મળશે. રજીસ્ટ્રેશન ન કરાવનારા લોકો 3 વાગ્યાથી રાતના 9 વાગ્યાની વચ્ચે રસી લગાવી શકે છે.

તેમણે કહ્યું કે લગાવવા ઈચ્છતા યોગ્યતા ધરાવનારા લોકો આધાર કાર્ડ અથવા કોઈ પણ અન્ય ઓળખ પત્ર સાથે રાખવાનું રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રીજા ચરણમાં રસીકરણની સુવિધા 136 ખાનગી હોસ્પિટલો સહિત 192 સ્વાસ્થ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ છે.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.