કેપટાઉનના દરિયાકાંઠે ચાલી રહેલાં બ્રિટિશ વિજ્ઞાાની ડૉ. ટેસ ગ્રિડલીએ મુઈઝેનબર્ગ બીચમાં ૩૦૦-૪૦૦ માછલીઓ મરેલી જોઈ હતી. ફિશરીઝ વિભાગે તાત્કાલિક આ ઘટનાની તપાસ કરી હતી. એમાં જણાયું હતું કે આ માછલીઓ પફરફિશ પ્રકારની જાતિની છે. એ માછલીઓ ઝેરી ગણાય છે અને તેનું ઝેર સાયનાઈટ કરતાં પણ વધુ ઘાતક હોય છે.

આ ઘટના પછી સ્થાનિક લોકોને દરિયાકાંઠે ન જવાની સલાહ અપાઈ હતી. આ માછલીઓને ખાવાથી હૃદયને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. સ્થાનિક લોકોને સૂચના અપાઈ હતી કે પાલતુ ડોગ્સને લઈને પણ થોડો વખત બિચમાં નીકળવું નહીં. આ માછલીઓના મૃત શરીરમાંથી ન્યૂરોટોક્સિન ટેટ્રોડોટોક્સિન જેવા પ્રાણઘાતક તત્વો વછૂટતા હોવાથી તેની નજીક જવું હાનિકારક છે.
આ માછલીઓ ક્યા કારણથી મૃત્યુ પામી છે તેની તપાસ હાથ ધરાઈ છે. મરિન ઓથોરિટીના અધિકારીઓએ કેટલી માછલી મૃત્યુ પામી તે અંગે પણ તપાસ શરૃ કરી છે. કદાચ આંકડો હજાર કરતાં પણ વધુ હોવાની શક્યતા છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
