આણંદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખંભાતના ખારો પાટ કુમાર ફળિયામાં રહેતા એક શખ્સના ઘરે બાતમી આધારે દરોડા પાડીને 3.25 કરોડ રૂપિયાની રોકડ ઝડપી પાડતા ચકચાર મચી છે. બેનામી રોકડની સંગ્રાહખોરી વિરુધ્ધ નોટબંધી લાદીવાની પ્રધામમંત્રીની નીતિની નિષ્ફળતા આ રકમ મળતા ખુલ્લી પડી ગઈ છે. મહત્વનું છે કે આવી રકમ શોધવાનું કાર્ય ઈન્કમટેક્ષ વિભાગનું છે. જ્યારે આ કામ આણંદ પોલીસ એસઓજી ટીમે કરતા ઈન્કમટેક્ષ વિભાગની નિષ્ક્રિયતા છતી થઈ છે. મહત્વનું છે કે આણંદ એસઓજી પોલીસે મળેલી રકમ અંગે પરિવારના લોકોને પૂછતાં સંતોષકારક જવાબ ન મળતા એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

SOG પોલીસે બાતમી આધારે દરોડા પાડીને 3.25 કરોડ રૂપિયાની રોકડ ઝડપી પાડતા ચકચાર

પ્રાપ્ત માહિતી મુજબ, ખંભાત શહેરમાં આવેલા ખારો પાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશ પટેલના ઘરમાં મોટી માત્રામાં ભારતીય ચલણની ચલણી નોટો હોવાની બાતમી આણંદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળી હતી. જે આધારે તાપસ કરી પોલીસના એસઓજી ગ્રુપના અધિકારીઓ અને જવાનોએ પંચોની હાજરીમાં ખંભાતના કુમાર ફળિયામાં રહેતા રાજેશ નગીનભાઈ પટેલના ઘરે છાપો માર્યો હતો. ઘરમાં તાપસ દરમિયાન રૂમમાં રાખેલી તિજોરીમાંથી મોટી માત્રામાં ભારતીય ચલણની નોટોના બંડલો મળી આવ્યા હતા. મહત્વનું છે કે એસઓજી પોલીસની આ કાર્યવાહી દરમિયાન રાજેશ પટેલ ઘરે જ નહોતા તેમજ આ ઘટના બાદ તેઓ ક્યાંક છુપાઈ ગયાની માહિતી છે.

પરિવારજનોની પૂછપરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ ન મળ્યો
આ અંગે રકમ અંગે પરિવારજનોને પૂછપરછ કરતા કોઈ આ રોકડ રકમ અંગેના પૂરતા હિસાબી પુરાવા કે દસ્તાવેજ આપી શક્યા નહોતા. જે બાબતે એસઓજી પોલીસે મળેલી નોટોના બંડલની ગણતરી કરતા 2000ના દરની ચલણની નોટોના 50 બંડલ જ્યારે 500ના દરની ચલણી નોટોના 450 બંડલ મળ્યા હતા. જેની ગણતરી કરતા 2000ના દરની એક કરોડની રોકડ અને 500ના દરની 2.25 કરોડની રોકડ એમ કુલ મળી 3.25 કરોડના ચલણી નાણાંની રોકડ જપ્ત કરી આયકર વિભાગને જાણકારી તપાસ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પતિના પગાર અને પુત્રએ મોકલેલા નાણાં હોવાનું પત્નીએ જણાવ્યું
વધુમાં મળતી માહિતી મુજબ ખંભાતના કુમાર ફળિયામાં રહેતા રાજેશ પટેલના ઘરે છાપો મારતા 3.25 કરોડ જેવી માતબર રોકડ જપ્ત થતા ખંભાત પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજેશ પટેલના પત્ની પુનિતા પટેલની એસઓજી પોલીસે પૂછપરછ કરી હતી તેની પાસેથી મળેલી માહિતી મુજબ તેનો પતિ રાજેશ ખંભાત પાસે આવેલી શિતલ કેમિકલ ફેકટરીમાં કામ કરે છે.અને તેનો પુત્ર ધવલ લંડનમાં રહે છે. રાજેશભાઇની પત્ની પુનિતાબેને પોલીસને જણાવ્યા પ્રમાણે આ રકમ પતિના પગાર અને પુત્રએ મોકલેલા નાણાં છે. જે રોકડ સ્વરૂપે ઘરમાં રાખ્યા હતા.

કોરોડોની રકમનો મુદ્દો નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો
ખંભાતમાં સામાન્ય જીવન જીવતા વ્યક્તિએ આટલી મોટી રોકડ રકમ ઘરમાં કર્મ સંઘરી રાખી? પોલીસને આ ચોક્કસ માહિતી કોણે અને શા માટે આપી તે મુદ્દો નગરમાં ટોક ઓફ ધ ટાઉન છે. મહત્વનું છે કે આણંદ પોલીસે રાજેશ પટેલને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હવે સમગ્ર ઘટનામાં મળેલા કરોડોની રોકડ કોની છે? અને ક્યાંથી આવી? તે અંગેના ખુલાસા રાજેશ પટેલ પાસે પૂરતા હિસાબી પુરાવા છે કે કેમ? વિગેરે પ્રશ્નો રાજેશ પટેલ પોલીસ હાથમાં આવે તો જ જાણી શકાય તેમ છે. હાલમાં પોલીસે જિલ્લા પોલીસ વડા અજિત રાજયણની સૂચના મુજબ મળેલા નાણાં આયકર વિભાગને સોંપીને નાણાં ક્યાંથી આવ્યા અને કોના છે? તેનું પગેરું શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.