ભુજના લાલટેકરી વિસ્તારમાં રહેતા અનાજના વેપારીએ તેમના પડોશીએ છેલ્લા છ-સાત મહિનામાં અંદાજિત રૂ.30 હજારની કિંમતના કપડા ચોરી કર્યા હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. લાલ ટેકરી વિસ્તારમાં આવેલા ક્લાસિક કોમ્પલેક્સમાં રહેતા અનાજના વેપારી 55 વર્ષીય કિરીટભાઇ કેશવલાલ શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેમની બિલ્ડિંગમાં છેલ્લા છ સાત મહિનાથી અવાર નવાર કપડાની ચોરીઓ થતી હતી. જેમાં તેમના ઘરે ધોઇને સૂકાવવવા રાખેલા કપડા રાત્રીના સમયે ચોરાઇ જતા, તેમણે આરોપીને ઝડપી લેવા ઘરની બહાર છુપી રીતે સીસી ટીવી કેમેરા ગોઠવ્યા હતા.

અંદાજે 90 કપડાંની ચોરી કરી
છેલ્લે તા.22 જાન્યુઆરી 2021 ના રાત્રે 11:40 તથા તા.23 જાન્યુઆરી 2021 ના પરોઢે 5:51 ના અરસામાં કપડાની ચોરી થઇ હતી જેના સીસી ટીવી ફૂટેજ ચેક કરતાં આ કપડાની ચોરી કરનાર તેમના પડોશી વિશાલ ઝવેરી હોવાનું જણાઇ આવ્યું હતું. આ જાણ થતાં જ તેમણે વિશાલ ઝવેરીએ છેલ્લા છ થી સાત મહિનામાં તેમના રૂ.30,000 ની કિંમતના અંદાજે 90 કપડાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

તેમણે ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે આ બાબતે જાણ થયા બાદ પ્રથમ આ કપડાના બિલ ન મળતાં અને આ ચોરી કરનાર તેમના સમાજનો હોઇ સમાધાનની વાતો ચાલતી હતી પરંતુ તેણે કપડા પરત ન આપતાં આખરે આ ફરિયાદ મોડી તેમણે નોંધાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કપડા ચોરી કરનાર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.