રવીન્દ્ર જાડેજા ઈજામાંથી સાજો થયા બાદ ગ્રાઉન્ડ પર કમબેક કરવા માટે સજ્જ બની ગયો છે અને આઈપીએલમાં પોતાની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે પણ જોડાઈ ગયો છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈનો પ્રથમ મુકાબલો 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે થશે. દરમિયાન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મહેન્દ્રસિંહ ધોની સાથે મુલાકાતની તસવીરો શેયર કરી છે. ટવીટર પર ફોટો શેયર કરીને જાડેજાએ લખ્યું કે જ્યારે પણ હું તેમને મળું છું ત્યારે એવો અનુભવ થાય છે કે હું તેમને પહેલી વખત મળી રહ્યો છું. તેમનામાં વર્ષ 2009 જેવો જ ઉત્સાહ હજુ પણ છે. જાડેજા ટીમ માટે મુખ્ય ખેલાડીઓ પૈકીનો એક છે.

ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ શ્રેણી રમી શક્યો નહોતો જેના કારણે અક્ષર પટેલને તેના સ્થાને રમાડવામાં આવ્યો હતો. આ પહેલાં ચેન્નાઈને મોટો ઝટકો લાગ્યો હતો કેમ કે ટીમમાં સામેલ જોશ હેઝલવુડે પરિવાર સાથે સમય પસાર કરવા માટે આઈપીએલથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. જો કે ટીમને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરેનથી ઘણી આશા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલા વન-ડે શ્રેણીના અંતિમ મેચમાં કરેને 8મા નંબરે ઉતરીને અણનમ 95 રનની ઈનિંગ રમી હતી. તેણે ટીમને જીતની નજીક પહોંચાડી દીધું હતું.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
