પૂર્વ તાઇવાનમાં પર્વતીય વિસ્તારમાંથી નીચે પડેલા વાહન સાથે ટકરાઇને આંશિક રીતે પાટા પરથી ખસી જવાના કારણે ટ્રેનમાં સવાર ૪૮ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ટ્રેન હજુ પણ સુરંગમાં ફસાયેલી હોવાથી યાત્રીઓ ટ્રેનની બારીઓમાંથી અને છત પરથી બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

ટોરોકો જ્યોર્જ વિસ્તારમાં લાંબા હોલીડે વિકએન્ડના પ્રથમ દિવસે જ આ દુર્ઘટના બની હતી. ટ્રેનમાં ૪૦૦થી વધુ યાત્રીઓ સવાર હતાં. નેશનલ ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર મૃતકોમાં ટ્રેનના ડ્રાઇવર પણ સામેલ છે. જેના તાજેતરમાં જ લગ્ન થયા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.તાઇવાન રેલવેના ન્યૂઝ ઓફિસરના જણાવ્યા અનુસાર વેંગ હુ પિંગે તાઇવાનની આ રેલ દુર્ઘટનાને અત્યાર સુધીની મોટી ટ્રેન દુર્ઘટના ગણાવી છે.

વેંગના જણાવ્યા અનુસાર રેલવે વહીવટી તંત્ર દ્વારા સંચાલિત એક ટ્રક પર્વતીય વિસ્તાર પરથી પડીને રેલવે ટ્રેક પર પડયો હતો. ટ્રકમાં તે સમયે કોઇ પણ ન હતું. ટ્રેનની સ્પીડની માહિતી મળી શકી નથી.

સત્તાવાર સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીની વેબસાઇટ પર મૂકવામાં આવેલ ટેલિવિઝન ફૂટેજ અને ફોટામાં જોઇ શકાય છે કે લોકો સુરંગના પ્રવેશની બહાર ટ્રેનના એક ડબ્બાના ખુલ્લા દરવાજામાંથી બહાર નીકળતા જોઇ શકાય છે. ઘટનાની તપાસ શરૃ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધી કોઇની પણ ધરપકડ થઇ હોવાના સમાચાર મળ્યા નથી.

તાઇવાનના પ્રમુખ સાઇ ઇંગ વેને ટ્વિટમાં જણાવ્યું છે કે ઇમરજન્સી સેવાઓને સંપૂર્ણપણે બચાવ કામગીરીમાં લગાવી દેવામાં આવી છે. ફસાયેલા યાત્રીઓને બહાર કાઢવાના શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

આ દુર્ઘટના ચાર દિવસ ચાલતા ટોમ્બ સ્વીપિંગ ઉત્સવના પ્રથમ દિવસે બની છે. તાઇવાનના વડાપ્રધાન સૂ સાંગ ચાંગે જણાવ્યું હતું કે બીજી વખત આવી ઘટના ન બને તે માટે રેલવે વહીવટી તંત્રે તમામ રેલવે ટ્રેકની તપાસ કરવી જોઇએ.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.