દેશમાં એક મહિનાથી કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન સરકારની નિષ્ણાતોની પેનલે કોવેક્સિનના ત્રીજા ડોઝના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

વૈજ્ઞાાનિકોએ ગણિતીય મોડેલનો ઉપયોગ કરીને અંદાજ મૂક્યો છે કે એપ્રિલના મધ્ય સુધીમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો પીક પર પહોંચી જશે અને મે મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસમાં ઘણો ઘટાડો જોવા મળી શકે છે. દેશમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન આ જ મોડેલના આધારે અંદાજ વ્યક્ત કરાયો હતો કે કોરોનાના કેસ ઓગસ્ટમાં વધશે અને સપ્ટેમ્બર સુધીમાં પીક પર પહોંચી જશે. પછી ફેબુ્રઆરી ૨૦૨૧માં ઘટાડો થશે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાાનિકોએ ‘સૂત્ર’ નામના આ ગણિતિય મોડેલનો ઉપયોગ કરીને સંક્રમણના કેસોમાં વધારાના ટ્રેન્ડનો અંદાજ મેળવ્યો છે. દેશમાં ૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે કોરોનાના કેસમાં જબરજસ્ત ઊછાળો આવશે.

દરમિયાન ભારતની ડ્રગ નિયામક ડીસીજીઆઈની નિષ્ણાતોની પેનલે ભારત બાયોટેકને કોરોનાની રસીના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલમાં કેટલાક વોલન્ટિયર્સને કોવેક્સિનનો ત્રીજો ડોઝ આપવાની મંજૂરી આપી છે. ભારત બાયોટેકે ડીસીજીઆઈની વિશેષ ટીમને બીજા ડોઝના છ મહિના પછી બૂસ્ટર ડોઝ આપવા માટે બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુધારેલો રિપોર્ટ રજૂ કર્યો હતો. સમિતિએ કંપનીને બૂસ્ટર ડોઝમાં છ માઈક્રોગ્રામ આપવાની મંજૂરી આપી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.