આઈપીએલનો પ્રારંભ થાય તે પહેલા જ કોરોનાનુ વિઘ્ન નડવા માંડ્યુ છે. આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સનો ઓલ રાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ છે. ટીમ માટે આ બેવડો ઝટકો છે. કારણકે ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરિઝ દરમિયાન ખભા પરની ઈજાના કારણે શ્રેયસ ઐયર આખી સીઝન માટે બહાર થઈ ગયો છે. તેવામાં અક્ષર પટેલ કોરોનાથી સંક્રમિત થયો હોવાનુ ટીમના સૂત્રોએ કહ્યુ હતુ. હવે ટીમને કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરવુ પડશે.

દિલ્હી કેપિટલે પોતાની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 એપ્રિલે રમવાની છે. અક્ષર પટેલ વર્તમાન આઈપીએલમાં કોરોનાથી સંક્રમિત થનાર પહેલો ખેલાડી છે. જેના કારણે આયોજકોની ચિંતા પણ વધી છે. કારણકે કોરોનાના સંક્રમણ વચ્ચે ભારતમાં આઈપીએલનુ આયોજન કરાઈ રહ્યુ છે અને ટુર્નામેન્ટ બે મહિના સુધી ચાલનાર છે.

આ પહેલા વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના 9 કર્મચારીઓ કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. જ્યાં આઈપીએલની 10 મેચો રમાવાની છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના નીતિશ રાણા ગોવામાં વેકેશન બાદ કોરોના પોઝિટિવ થયા હતા. જેના કારણે તેને હોટલમાં ક્વોરેન્ટાઈન થવુ પડ્યુ હતુ. જોકે એ પછી તેનો બીજી કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેને ટીમ સાથે જોડાવાની મંજૂરી અપાઈ હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.