બાંગ્લાદેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ જોવા મળી રહ્યો છે ત્યારે આખા દેશમાં સાત દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કૂરના વાયરસને રોકવા માટે એક સપ્તાહ સુધીમાં માત્ર ઈમરજન્સી સેવાઓને છૂટ આપવામાં આવી છે.

ભારતમાં પણ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે બાંગ્લાદેશમાં પણ અત્યારે કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં શુક્રવારે 6830 નવા કોરોના વાયરસ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે 50 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નોંધનીય છે ગયા વર્ષે જ્યારે માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા ત્યારે પણ બાંગ્લાદેશમાં બે અઠવાડિયા સુધી લોકડાઉન કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસની બીજી લહેરના કારણે બાંગ્લાદેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. શેખ હસીના સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને સરકારે આશા વ્યક્ત કરી કે લોકડાઉનથી કોરોના સામે સારા પરિણામો મળશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.