અયોધ્યામાં હનુમાનગઢીના નાગા સાધુ મહંત કન્હૈયા દાસની રાત્રે ઊંઘતી વખતે હત્યા કરાઈ છે. આ ઘટનાથી સનસનાટી ફેલાઇ હતી. તેમનો મૃતદેહ ચરણપાડુકા મંદિરની ગોશાળામાંથી મળી આવ્યો છે. તે ગુલચમન બાગનો મહંત હતો, જે બસંતિયા પટ્ટા સાથે સંકળાયેલ હતો. આ કેસની બાતમી મળતા પોલીસ તપાસમાં લાગી ગઈ છે. હત્યા પાછળનું કારણ પરસ્પર હરિફાઇ હોવાનું કહેવાઈ રહ્યું છે.

બનાવની માહિતી મળતાં હનુમાનગઢીના નાગા સાધુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહંત પર જિલ્લાના કોતવાલી રાયગંજ વિસ્તારમાં આવેલા ચરણ પાદુકા મંદિરની ગૌશાળામાં સૂતા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો પણ ઘટના સ્થળે હાજર છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.