બૃહદમુંબઈ વીજ પુરવઠા અને પરિવહન (બેસ્ટ) વિભાગના આશરે 40,000 જેટલા કર્મચારીઓને છેલ્લા કેટલાક મહિનાથી માસિક વેતન 5 અને 10 રૂપિયાના સિક્કા સ્વરૂપે જ આપવામાં આવે છે. આ કારણે કર્મચારીઓને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. બેસ્ટના બેન્કિંગ સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાને કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. બેસ્ટનો બેંક સાથેનો કરાર પૂરો થઈ ગયો હોવાથી કર્મચારીઓને 15,000 રૂપિયા સુધીનો પગાર સિક્કા સ્વરૂપે આપવામાં આવી રહ્યો છે.

વેતનનો આટલો મોટો હિસ્સો સિક્કા સ્વરૂપે મળી રહ્યો હોવાથી કર્મચારીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. તેમને ઈએમઆઈની ચુકવણી અને અન્ય વ્યવહારો પૂરા કરવામાં ભારે તકલીફ પડી રહી છે. એન્ટરપ્રાઈઝ 4,000 બસોના સંચાલન સાથે આશરે 10 લાખ ઉપભોક્તાઓના ઘરે વીજળી પૂરી પાડે છે. ટિકિટના ભાડા અને વીજળી બિલ માટે રોકડ સ્વરૂપે તેમને મોટી સંખ્યામાં સિક્કાઓ મળે છે.

બેસ્ટના કેટલાક કર્મચારીઓના કહેવા પ્રમાણે પહેલા પણ તેમને સિક્કા સ્વરૂપે વેતનનો કેટલોક હિસ્સો મળતો હતો. સામાન્ય રીતે તેમને 2 અને 5 રૂપિયાના સિક્કા અને 10 રૂપિયાની નોટ મળે છે. તે સિવાય રોકડ સ્વરૂપે 50, 100 અને 500 રૂપિયાની કેટલીક નોટ આપવામાં આવે છે. બાકીની રકમ સીધી તેમના ખાતામાં જમા થાય છે.

બેસ્ટની કમિટીના એક વરિષ્ઠ સદસ્યના કહેવા પ્રમાણે તેમના ખજાનામાં ભારે મોટી રકમ જમા છે. પરંતુ ગત વર્ષે ખાનગી ક્ષેત્રની એક બેંક સાથેનો કરાર પૂરો થઈ ગયો ત્યાર બાદ કોઈ બેંક આ એન્ટરપ્રાઈઝના 100-150 સંગ્રહણ કેન્દ્રો પાસેથી સિક્કા લેવા તૈયાર નથી. તેમણે આને રાજ્યનો મુદ્દો ગણાવ્યો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.