સુરત: શહેર જિલ્લામાં કોરોનાના કેસ અને મોતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત કોવિડ હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે છે. જેમાં બે મહિલા કોરોના દર્દીના મૃતદેહ બદલાઈ ગયા હતા. એટલું જ નહીં પણ એક મૃતદેહની દફનવિધિને બદલે અગ્નિદાહ આપી દેવાતા પરિવારનો હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા પરિવારે તોડફોડ પણ કરી હતી. જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હાલ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

માતાના મૃત્યુ બાબતે પરિવારને જાણ કરી ન હતી
સૈયદપુરામાં આવેલી રાજવાડી ખાતે 38 વર્ષીય શબાનાબેન મોહમદ અન્સારી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિનું હૃદય રોગમાં મોત થયું હતું. હાલ પુત્ર અન્સ સહિત 3 ભાઈ અને એક બહેન માતા સાથે રહે છે. દરમિયાન 10 દિવસ પહેલા શબાનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સુરત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન પુત્રને સવારે 8 વાગ્યે બોલાવ્યો હતો અને માતાના મૃત્યુ બાબતે પરિવારને જાણ કરી ન હતી.

સુશિલાબેનના મૃતદેહ સાથે શબાનાબેનનો મૃતદેહ બદલાયો
પુત્ર અનસ અન્સારીએ જણાવ્યું હતું કે, માતા સાથે એક કલાક વાત થઈ હતી. પણ આજે એવી ઘટના બની ગઈ છે કે, માતાના મોત બાદ તંત્ર કહે છે કે બોડી નહી મળે. ડોક્ટરોએ પણ આ બાબત અમારાથી છુપાવી છે. સુશિલાબેન નામની મહિલાના મૃતદેહ સાથે શબાનાબેનનો મૃતદેહ બદલી ગયો છે અને તેઓએ અગ્નિદાહ પણ આપી દીધો છે.

કોવિડ હોસ્પિટલના કાચ તોડવામાં આવ્યા.
કોવિડ હોસ્પિટલના કાચ તોડવામાં આવ્યા.

સુશિલાબેનનો મૃતદેહ અમે સ્વિકાર્યો નથીઃ પુત્ર
પુત્ર અનસે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરો સાથે પરિવારની મિટિંગ થઈ રહી છે. અમે ન્યાય માટે લડીશું. કાલ સુધી માતાની હાલત સારી હતી. ગત રોજ જ એક કલાક વીડિયો કોલમાં વાત કરી હતી અને આજે મોત થઈ ગયું હોવાની જાણ થઈ હતી. જ્યારે પણ રિપોર્ટ લેવા આવતા ત્યારે એક જ રિપોર્ટ આપી દેતા હતા. આજે વધુ દબાણ કરવા માટે આવ્યા તો મોત થયું હોવાની જાણ કરી હતી. સુશિલાબેનનો મૃતદેહ અમે સ્વિકાર્યો નથી. મારે મારી મમ્મી જ જોઈએ. પોલીસ સુધી જવું પડે તે પણ જઈશું.

માતા સાથે પુત્રએ છેલ્લી વીડિયો કોલમાં વાત કરી હતી.
માતા સાથે પુત્રએ છેલ્લી વીડિયો કોલમાં વાત કરી હતી.

ચાર મૃતદેહમાં શબાનાબેનનો મૃતદેહ મ મળ્યો
ટોટલ ચાર મૃતદેહ છે. મૃતક શબાનાબેનના પરિવારે અન્ય મૃતદેહની તપાસ કરતા શબાનાબેનનો મૃતદેહ નથી. ચાર મૃતદેહમાં સુશીલાબેનનો મૃતદેહ હોવાનું કહી રહ્યા છે. સુશિલાબેનનો પરિવાર હજી અજાણ કે એમણે કોના મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે.

કોવિડ હોસ્પિટલમાં પોલીસ બોલાવવાની ફરજ પડી.
કોવિડ હોસ્પિટલમાં પોલીસ બોલાવવાની ફરજ પડી.
પરિવારના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ.
પરિવારના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.