બોલીવુડ જગતથી આવ્યા દુ:ખદ સમાચાર

સદાબહાર અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની વયે નિધન

100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

ઉલ્લેખનીય છે કે, શશિકલાએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પહેલી ફિલ્મનું નામ જીનત હતું

 

બોલીવુડમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કરનાર શશિકલાનું પૂરુ નામ શશિકલા જાવલકર હતું. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1932ના સોલાપુરમાં થયો હતો. તેમણે પોતાના જીવનમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા હતા. પરંતુ તેમનું બાળપણ ખુબ સારી રીતે પસાર થયું હતું. શશિકલાને છ ભાઈ-બહેન હતા અને તેમના પિતા મોટા બિઝનેસમેન હતા.

શશિકલાને બાળપણથી નાચવા-ગાવાનો શોખ હતો. તેમના પિતાનો બિઝનેસ ઠપ્પ થયા બાદ તેઓ કામની શોધમાં મુંબઈ આવી ગયા હતા. ત્યાં તેમની મુલાકાત નૂર જહાં સાથે થઈ હતી. શશિકલાની પ્રથમ ફિલ્મ જીનત હતી, જેને નૂર જહાંના પતિ શૌકત રિઝવીએ બનાવી હતી. તેમણે તીન બત્તી ચાર રાસ્તા, હમજોલી, સરગમ, ચોરી ચોરી, નીલકમલ, અનુપમામાં પણ કામ કર્યું હતું.

 

.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.