રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુજરાત મા પ્રવેશ્યા, છાપરી બોર્ડર પરથી ગુજરાત મા આવ્યા.મોટી સંખ્યામાં યુવાનો અને તેમના સમર્થકો હાજર રહ્યા.વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી, ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ,બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી હાજર રહ્યા હતા.અંબાજી તરફ આવેલા રાકેશ ટિકેત નુ જગ્યા જગ્યા અભિવાદન કરવામા આવ્યું હતું.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા.

અંબાજી મંદિર ખાતે સામાન્ય ભક્તની જેમ શક્તિદ્વાર થી લાઈનમાં ઉભા રહી માં અંબા ના દર્શન કરવા રાકેશ ટિકેત પહોચ્યા હતા.શંકરસિંહ વાધેલા યે પણ સામાન્ય ભક્તની જેમ લાઈનમાં આવી માતાજીના દર્શન કર્યા હતા.અંબાજી મંદિર ની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા.અંબાજી ખાતે પોલીસનો મોટો કાફલો હાજર રહ્યો હતો.ગુજરાત છાપરી બોર્ડર પર પોલીસ અધિકારીઓ, આરોગ્યની ટીમ, ખેડુત નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કોરોના કહેર મા સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું
આદિવાસી સમાજ દ્વારા ઢોલ નગારા દ્વારા રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં મીડિયા હાજર રહ્યું જેમા રાજસ્થાન ના મીડિયાકર્મી પણ હાજર રહ્યા હતા.અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ ખુલ્લી ગાડી મા શક્તિદ્રાર થી ખોડીવડલી સર્કલ સુધી રાકેશ ટિકેત અને શંકરસિંહ વાઘેલા યે લોકોનું અભિવાદન કર્યું હતું.
પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા જોવા મળી
ખોડીવડલી સર્કલ પર બાપુ એ હાજર લોકો નું અભિવાદન કર્યું હતું,બાપુ બાદ રાકેશ ટિકેત એ પણ કેન્દ્ર સરકાર પર મોટા આરોપ મુક્યા હતા,દિલ્હી આજુબાજુ આખા દેશ ના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે,હવે બીજુ આંદોલન ગુજરાત થી શરૂ કરીશું,રાકેશ ટિકેતએ શંકરસિંહ વાઘેલાને બુઢ્ઢા શેર કહીને સન્માન આપ્યું હતું.આંદોલન જૂના ઓજારો થી લડવામાં આવશે.
અમે પૂરી તૈયારી કરિને આવ્યા છીએ ગુજરાત મા કંઈ પણ થશે તો 20 મિનિટ મા આખો દેશ બંઘ થસે: રાકેશ ટિકેત.આ ગુજરાત ના ખેડુતો ની લડાઈ છે, ગુજરાત ના ખેડુતો ને પૂરતા ભાવ મળતા નથી,ગુજરાત ના આઝાદી ની લડાઈ છે.ત્રણ ટી થી આંદોલન કરીશું ટ્રેકટર, ટ્વીટર અને ટેન્ક.અંબાજી થી પાલનપુર તરફ રાકેશ ટિકેત નો કાફલો નીકળ્યો
અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
