અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢતી સાવરકુંડલા ડિવિઝન, નાસતા ફરતા અને મિસિંગ સ્પેશ્યલ સ્ક્વોર્ડ સાવરકુંડલા

💫 *મ્‍હે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર* નાઓ તરફથી ૦ થી ૧૮ વર્ષના ગુમ થનાર બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા અંગેની તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૧૫/૦૪/૨૦૨૧ સુધી ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ *અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબે* નાઓ દ્રારા પણ તા.૦૬/૦૩/૨૦૨૧ થી તા.૦૬/૦૪/૨૦૨૧ સુધી તે અંગે ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય અને અમરેલી જીલ્લામાં ગુમ થયેલ તથા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *સાવરકુંડલા ડિવિઝન, નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે. ચૌધરી સાહેબ નાઓના* માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા HC રમેશભાઈ મારુ તથા PC પરેશભાઈ સૌંદરવા તથા યુવરાજસિંહ ગોહિલ તથા અન્ય ટીમ ના માણસો દ્રારા ચોક્કસ બાતમી તથા આધુનિક ટેકનોલોજી આધારે *સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નંબર ૨૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮* મુજબના ગુન્હાના કામે આરોપી અટક કરવાનો હોય અને ભોગ બનનાર મળી આવેલ ન હોય, આધુનીક ટેકનોલોજી અને બાતમી આધારે આરોપી અને ભોગ બનનાર સાથે *હરિયાના રાજ્ય ના ફતેહાબદ જિલ્લા ના જાખલ જંકશન ગામેથી* શોધી કાઢી હસ્તગત કરેલ.
❇️ *પકડાયેલ આરોપીઃ-*
➡️ *કરણભાઈ દેવાભાઈ સોલંકી ઉ.વ.-આશરે ૧૯ ધંધો-મજૂરી રહે.ચારોડિયા તા.ગારીયાધાર જી.ભાવનગર* વાળો તા.૦૨/૦૪/૨૦૨૧ ના રોજ ભોગ બંનનાર સાથે મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

💫આમ, *અમરેલી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષસ સાહેબ શ્રી* નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એચ.એસ.સેગલીયા સાહેબ તથા HC રમેશભાઈ મારુ તથા PC પરેશભાઈ સૌંદરવા તથા PC યુવરાજસિંહ ગોહિલ તથા અન્ય ટીમના મોણસો એ છેલ્લા બે વર્ષ થી અપહરણ ના ગુન્હાના કામ ના લિસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે હરિયાના રાજ્યના ફતેહાબાદ જિલ્લાના જાખલ જંકશન ગામે થી શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર….. ભરતભાઈ ખુમાણ અમરેલી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.