પશ્ચિમ બંગાળમાં મંગળવાર સવારથી જ કુલ 31 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાનની શરૂઆત સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપો-પ્રત્યારોપોનો સિલસિલો પણ ચાલુ થઈ ગયો છે. ટીએમસીએ પોલિંગ બૂથ ખાતે મતદાતાઓને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તરફ ભાજપના નેતાએ ટીએમસી નેતાના ઘર બહારથી એક ઈવીએમ મશીન મળી આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

ઉલૂબેરિયા ઉત્તર ખાતેથી ભાજપના ઉમેદવાર ચિરન બેરાએ મતદાન પહેલાની રાતે ટીએમસી નેતા ગૌતમ ઘોષના ઘરેથી ઈવીએમ અને વીવીપેટ મશીન મળ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાએ ટીએમસી પર ચૂંટણીમાં ગરબડનો આરોપ મુક્યો છે. આ કારણે મોડી રાતે જ તે જગ્યાએ સ્થિતિ વણસી હતી અને સુરક્ષાદળોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ટીએમસી નેતાના ઘર પાસેથી ઈવીએમ મળ્યું ત્યાર બાદ ચૂંટણી પંચે એક્શન લીધી છે અને એક સેક્ટર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે તે એક રિઝર્વ ઈવીએમ હતું અને મતદાનમાં તેનો ઉપયોગ નહોતો થવાનો. વધુમાં જણાવ્યું કે, સેક્ટર ઓફિસર તપન સરકાર ઈવીએમ લઈને પોતાના સંબંધીના ઘરે સૂવા ગયા હતા જે નિયમોનું ઉલ્લંઘન છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.