દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં મંગળવારે વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન શરૂ થઈ ગયું છે. આસામ, પુડ્ડુચેરી, કેરળ અને તામિલનાડુમાં આજે મતદાન સંપન્ન થઈ જશે. જે બાદમાં બીજી મેના રોજ મગતણતરી યોજાશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં હજુ પાંચ તબક્કાનું મતદાન બાકી રહેશે. ઉલ્લેખનીય છે કે આજે એટલે કે મંગળવારે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થશે.આજે કેરળની 140, તામિલનાડુની 234 અને પુડ્ડુચેરીની 30 બેઠક પર વોટિંગ થઈ રહ્યું છે. આ તમામ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેન્દ્રીય સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. આસામમાં આજે ત્રીજા તબક્કાની 40 બેઠક માટે મતદાન યોજાયું છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કામાં 31 બેઠક માટે મતદાન યોજાયું છે.
પીએમ મોદીએ લોકોને મતદાવ માટે અપીલ કરતું ટ્વીટ કર્યું છે. તેઓએ લખ્યું છે કે, આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે. હું આ રાજ્યોના લોકોને અને ખાસ કરીને યુવાઓને અપીલ કરું છું કે મોટા પ્રમાણમાં વોટિંગ કરો.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
