ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. રસીકરણની તેજ રફતાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 3160 નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધીી રહ્યો છે અને એક પછી એક શહેરોમાં દવાખાના ખાટલાઓ હાઉસફૂલ થઈ રહ્યા છે. આજે રાજ્યમાં 15 દર્દીઓનાં દુખદ નિધન પણ થયા છે. જોકે, આ બધાની વચ્ચે કુલ 2028 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે જ્યારે કુલ 3,00, 280 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે.

રાજ્યમાં કૂદકે અને ભૂસકે એક્ટિવ કેસ વધી રહ્યા છે.હાલમાં કુલ 16252 એક્ટિવ કેસ છે જેમાંથી 167 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 16085 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં કુલ 3,00,765 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે 4581 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં 3,00,280 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે અત્યારસુધીમં 67,62,638 વ્યક્તિઓને રસીના પ્રથમ ડોઝ અને 8,10,126 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 72,72,764 દર્દીઓને રસી આપવામાં આવી છે.

રાજ્યનો રિકવરી રેટ હાલમાં 93.52 ટકા જેટલો છે. રાજ્યમાં આજે સુરતમાં 7, અમદાવાદમાં 6, ભાવનગરમાં 1, વડોદરામાં 1 મળીને કુલ 15 દર્દીનાં સરકારી ચોપડે નિધન થયા છે. જોકે, રાજ્યના અનક સ્મશાનોમાં કોવિડ પ્રોટોકોલના કારણે કેટલાય દર્દીઓનાં મોત થયા છે જે આંખ ઉઘાડનારી બાબત છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.